પડવાળી મસાલા રોટી (Padwali Masala Rotli Recipe in Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

પડવાળી મસાલા રોટી (Padwali Masala Rotli Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
1 વ્યક્તી
  1. 1 કપઘઉંનો જીણો લોટ
  2. 3 ચમચીતેલ
  3. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. 1 ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  5. 3 ચમચીઘી
  6. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ઘઉંના લોટ ને ચાળી મીઠુ અને તેલનું મોણ નાખી મિક્ષકરી થોડુ થોડુ પાણી લઇ સોફ્ટ કણક બાંધવી. થોડીવાર ઢાંકી પછી હાથમાં તેલ લઇ અટામણ લઇ કેળવી લુવા કરવાં.

  2. 2

    અટમણ લઇ પાટલી પર ઍક સરખા બે લુવા થોડા વણી એકના ઉપર તેલ લગાવવું એનપર મરચું,મીઠુ,ધાણાજીરું ભભરાવવુ એનપર બીજુ પડ મુકી અટમણ લઇ ને રોટલી વણવી.

  3. 3

    ગરમ તવી પર રોટલી ઍક સાઇડ શેકી પછી બીજી સાઈડ શેકી ઉપરથી દબાવી શેકવી અને ડીશમાં કાઢી ઉપર ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરવી.આ પડવાળી રોટલી કોઇપણ શાક,દાળ અથવા કેરીનાં રસ સાથે કે દહીં સાથે સરસ લાગે છે.

  4. 4

    જ્યારે વધું રોટલી બનાવવાની હોય તયારે આવી પડવાળી રોટલી ફટાફટ બની જાયછે.અને ખાવાની પણ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર

Similar Recipes