મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ નાસ્તો છે.
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ નાસ્તો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળ ને છાશ માં પલાળી રાખો. આદુ,મરચા અને લસણ ક્રશ કરી લો. મેથીની ભાજી અને લીલાં ધાણા 3 થી 4 વખત ધોઈ લો.
- 2
એક બાઉલમાં બંને લોટ લઈ લો.બધાં મસાલા અને મોણ માટે તેલ પણ ઉમેરો. લોટ અને બધાં મસાલા બરાબર મિક્સ કરી લો.ગોળ મિક્સ કરેલી છાશ સાથે લોટ બાંધીને 10 થી 15 મિનિટ ઢાંકીને રેહવા દો.
- 3
હવે તેલ ગરમ કરવાં મુકો.હથેળી પર તેલ લગાવી જરૂર મુજબ લુઓ લઈ બીજા હાથથી થીપી લો.આ રીતે વડા તૈયાર કરો.
- 4
બીજી રીતે પ્લાસ્ટિક પર લુઓ મુકી ઉપર પ્લાસ્ટિક કવર કરીને વાડકીથી પ્રેસ કરવુ.આ રીતે પણ વડા તૈયાર કરી શકાય.
- 5
ઉપર પણ તલ લગાવી શકાય.આ રીતે વડા બનાવી ગરમ તેલ મા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી સ્લો ગેસ કરી તળી લો.(વડા તેલ મા નાખતી વખતે ગેસ ફાસ્ટ રાખવો)આ રીતે બધાં વડા તળી લો.
- 6
સર્વિંગ પ્લેટ મા કાઢી ગરમા ગરમ ચા અથવા દહીઁ,ગ્રીન ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.(મારાં ઘર માં બધાને એમ જ ભાવે છે)
- 7
આ વડા ખાવામાં ગરમ તો સ્વાદિષ્ટ લાગે જ છે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે.આ વડા 2 થી 3 દિવસ માટે ડબ્બા માં ભરી મુકી શકાય છે.
- 8
તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ મેથી બાજરીના વડા.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (32)