દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મીઠું નાંખી પાણી થી કડક લોટ બાંધો. ભાખરી ના લોટ જેટલો કડક હોવો જોઈએ. તેના મોટા ગોળા વાળો ને તેને બાટી કુકર મા ધીમા તાપે શેકો. બન્ને બાજુ શેકાવા દો ૪૫ મિનીટ સુધી.
- 2
બાટી શેકાઈ જાય એટલે તેને બન્ને હાથ વચ્ચે થોડું દાબી ને ગરમ ઘી મા બોળી દો. પછી સાઈડ પર રાખો.
- 3
દાળ માટે બેવ દાળ ને પાણી નાંખી બાફી લો. જો કુકર મા મુકો તો ૩ સીટી લેવી બાકી ગેસ પર છુટ્ટી બાફવા મુકતા હોવ તો દાળ આખી રહે પણ દાણો પોચો પડે એટલી ચડવા દેવી. હવે વઘાર માટે તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરુ, હીંગ, તજ,લવીંગ નાખો. આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખો. સાથે કાંદા ની પેસ્ટ નાંખી થોડીવાર ચડવા દો. પછી તેમાં ટામેટાં ની પેસ્ટ નાખો. બધા મસાલા નાખો. મિક્સ કરો.
- 4
આ વઘાર ને દાળ મા નાખો. થોડીવાર ઉકાળો. પછી સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની દાળ બાટી એકદમ સહેલી રીત થી ને હોટલ જેવો સ્વાદ તમે હવે ઘરે પણ બનાવી શકશો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)