દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. વડા માટે
  2. ૩ વાડકીઅડદની દાળ
  3. પાણી જરૂર મુજબ
  4. ૫-૬ નંગ લીલા મરચાં
  5. ૨ ચમચીજીરૂ
  6. ૧/૨ ચમચીહિંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. દહીં માટે
  9. ૧ લિટરમોળું દહીં
  10. ૨ વાડકીખાંડ
  11. દહીં વડા સર્વ કરવા માટે
  12. બનાવેલા વડા જરૂર મુજબ
  13. દહીં જરૂર મુજબ
  14. મીઠું જરૂર મુજબ
  15. લાલ મરચું જરૂર મુજબ
  16. શેકેલા જીરાનો પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    અડદની દાળ ને એક મોટા વાસણમાં લઈ બે થી ત્રણ વાર બરાબર ધોઈ ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવી.

  2. 2

    દહીંને એક વાસણમાં લઈ તેમાં ખાંડ ઉમેરી ને હેન્ડ વ્હીપર થી મિક્સ કરી લેવું. દહીં માં ખાંડ મિક્સ કરવા માટે બ્લેન્ડર નો ઉપયોગ કરવો નહીં તેનાથી દહીં પાતળું પડી જાય છે.

  3. 3

    પલાળેલી દાળ માંથી વધુ પાણી કાઢી નાખો. દાળને મિક્સરમાં લઈ તેને ક્રશ કરો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું.દાળ ને બહુ કકરી કે લીસ્સી ક્રશ કરવી નહીં. જો તમારું વધારે કકરું હશે તો વડા કઠણ બનશે અને ઢીલું હશે તો વડા તેલ પી જશે.

  4. 4

    આ રીતે ક્રશ કરેલી બધી દાળ ને એક મોટા વાસણમાં લઈ લો. હવે આ ખીરામાં થોડું પાણી બરાબર મિક્સ કરી લો આ ખીરાને એક જ એક જ દિશામાં બરાબર ફેટી લઈ તેમાં એરેશન કરો. જેનાથી વડા ખૂબ જ સૉફ્ટ બને છે. તમારો ખીરુ એકદમ હલકું પડી જાય ત્યાં સુધી તેને ફેટવાનું છે.

  5. 5

    તમે ફોટામાં જોઈ શકો છો કે ખીરું એકદમ સોફ્ટ અને હલકું થઈ ગયું છે. હવે તેમાં લીલા મરચા મીઠું અને જીરું ઉમેરી ખીરું બનાવી લો.

  6. 6

    આ ખીરાના ગરમ તેલમાં વડા ઉતારી લો. વડા એકદમ ઠંડા થાય પછી તેને એક પાણી ભરેલા વાસણમાં દસ મિનિટ માટે રાખો, ત્યારબાદ બધું પાણી નિતારી બીજા પાણી ભરેલા વાસણમાં દસ મિનિટ રાખવો ત્યારબાદ પાણી નિતારી તેને અલગ રાખી દો આપણા વડા તૈયાર છે

  7. 7

    તમે જોઈ શકો છો જે વડા ગુલાબી કલરના હતા તે બે વખત પડ્યા પછી એકદમ સફેદ અને સોફ્ટ થઈ ગયા છે.

  8. 8

    વડા ને એક પ્લેટમાં લઈ તેના ઉપર દહીં રેડી તેની ઉપર જરૂર મુજબ મીઠું, મરચું અને શેકેલું જીરું પાઉડર ભભરાવી સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes