રોટલી કોન (Roti Cone Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં રોટલી નો લોટ લો.મીઠું અને 2 ચમચી મોણ ઉમેરી ને બરોબર મિક્સ કરી ને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.લોટ ને 10 મિનિટ રેસ્ટ આપો. હવે એક ચમચી તેલ લઈ ને લોટ ને સોફ્ટ કરી લો.તેમાં થી ગુલ્લા કરો.
- 2
બધી રોટલી ને વણી ને લોઢી માં શેકી લો.ઘી લગાવો.
- 3
સૌપ્રથમ આપણે બટાકા ને બાફી લો. પછીએક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ગાજર તથા ડુંગળી ને 2મીનીટ માટે સાતળી લો.હવે સંતળાઈ જાય એટલે તેમાં બટાકા ને smash કરી મીકસ કરી લો.
- 4
હવે તેમાં મીઠું, મરચું, લીંબુનો રસ, સાલસા સોસ, મયોનજ, રેડ ચીલી સોસ. બધું મીકસ કરી લેશુ. પછી રોટલી ના વરચે થી બે પીસ કરી લેવા. બીજા એક બાઉલમાં ચણાના લોટની સલરી બનાવી લેશુ
- 5
હવે રોટલી નિ એક પીસ ના સમોસા જેવા રોલ વાળી લેવા પેક કરવા વરચે વરચે સલરી લગાવતાં જવું જેથી રોટલી નુ પડ છૂટા પડી ન જાય. હવે તેમાં બટાકા નુ સ્ટફિંગભરી દો. પછી તેને ઉપર ના ભાગ ને સલરી માં ડીપ કરી લેવું જે થી બટાકા નુ સ્ટફફિંગ બહાર નીકળી ન જાય. હવે તેલમાં ડીપ ફ્રાય કરી લેવું. Brown કલર ના થાય ત્યારે તેને સરવિંગ ટ્રે કાઢી લો
- 6
તૈયાર છે આપણ રોટલી ના કોન જેને આપણે ટામેટા સોસ અને મયોનીજ માં ડીપ કરી, શીંગ ભજીયા ના ભુકા માં રગડોડ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)