ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)

ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને કૂકર માં છુટ્ટા,પાણી ની અંદર બાફવા મૂકવા.જેથી કેળા શોફ્ટ રહેશે દાબેલી માં થોડા શોફટ કેળા નો માવો જોઈએ..૪/૫ સિટી વગાડવી.કૂકર ને વરાળ નીકળી જાય એટલે તરત j ખોલી લેવું અને તરત j છાલ કાઢી ને શ્મેશ કરી લેવા.એટલે કેળા કડક નહિ થાય, શોફટ જ રહેશે.કેળા જો કડક લાગે તો તેને ખમણી લેવા અને તેમાં ૧ ચમચી દૂધ ની મલાઈ એડ કરી દેવી.શોફ્ટ થઈ જશે.કેળા ની બદલે બટાકા પણ લઈ શકો.
- 2
એક પેન માં તેલ ગરમ કરવું, તેલ ગરમ થઇ ગયા પછી ગેસ ની flem સ્લો કરી દેવી.તેલ માં દાબેલી મસાલો એડ કરવો.સતાડવો.પછી તેમાં ગોળ આંબલી ની ગળી ચટણી એડ કરી સસડાવવુ.આદુ મરચા ની પેસ્ટ એડ કરવી. કેળા / બટાકા નો માવો એડ કરવો.હલાવતા રહેવું.ચોંટે નહિ તેનું ધ્યાન રાખવું.મીઠું એડ કરવું.બધું એકરસ થઈ જાય એટલે ગર બંધ કરી એક પ્લેટ માં કાઢી લો.ઠંડું થઈ જાય એટલે તેને દાડમ,ટોપરા ના ખમણ, કોથમીર થી ડેકોરેટ કરો.
- 3
એસેમ્બલ કરવા માટે: દાબેલી ના પાવ,.મીઠી ચટણી,દાડમ,મસાલા શીંગ,બારીક સેવ,કોથમીર, રેડી રાખવું.
- 4
- 5
પાવ ને એક જ કોર્નર થી કટ કરો બાકી ની ત્રણ કોર્નર થી કટ ન કરવી.એક સાઇડ પર મીઠી ચટણી સ્પ્રેડ કરો.તેના પર ૧ ચમચી તૈયાર કરેલો દાબેલી નો માવો અંદર ભરો(કાંદા નાખવા હોય તો અહી નાખી દેવા),પછી થોડી શીંગ એડ કરો,પછી માવો અને પછી શીંગ એમ આખું પાવ ભરી દો. બટર લગાવી ગ્રિલ કરી લેવી.
- 6
- 7
ઉપરથી દાડમ,શીંગ અને સેવ ચોંટાડી દેવા.તો તૈયાર છે ચટપટી mouthwatering ક્રિસ્પી કચ્છી દાબેલી.
- 8
Top Search in
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (40)