સ્વાદિષ્ટ બ્રેડ ભેળ (Swadist Bread Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્વાદિષ્ટ બ્રેડ ભેળ ની એક પ્લેટ પણ આપને સંતુષ્ટ કરી દે છે કારણકે સામાન્ય રીતે બનતી ટ્રેડિશનલ ભેળ કરતા આમાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલા બ્રેડના ટુકડા ઉમેરવામાં આવે છે
આ ભેળ સ્વાદિષ્ટ તો છે પરંતુ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડ તેમજ ચરબી નું પ્રમાણ સંતુલિત છે આથી પૌષ્ટિક પણ છે.
આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો એકઠા કરવા. - 2
એક પેનમાં તેલ લો તેમાં રાઇ જીરૂ નાખો તતડે એટલે તેમાં હિંગ નાખી ડુંગળી નાખીને સાંતળો બરાબર સંતળાઈ જાય પછી તેમાં કેપ્સિકમ કાપેલા લીલા મરચાં તથા ટામેટા નાખી ફરીથી એક મિનિટ માટે સાંતળો
- 3
હવે તેમાં સોયા સોસ ટોમેટો સોસ અને લાલ મરચાંનો ભૂકો હળદર ગરમ મસાલો ધાણાજીરું વગેરે નાખીને બરાબર મિક્સ કરો અને એકાદ મિનીટ પાકવા દો સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરો.
- 4
હવે તેમાં ટોસ્ટ કરેલ બ્રેડના ટુકડા તેમજ અધકચરો ખાંડેલો સેકેલ શીંગ દાણા નો ભૂકો નાખી બરાબર મિક્સ કરો.
જેથી બ્રેડ ટુકડા પર મસાલો બરાબર ચઢી જાય. - 5
બ્રેડના ટુકડા થોડા ઠંડા પડે એટલે એક ટ્રેમાં લો. તેમાં બાફેલા ચણા કાપેલા બાફેલા બટેટાના ટુકડા ઉમેરી મિક્સ કરો
- 6
હવે તેમાં મમરા અને સેવ નાખી બરાબર મિક્સ કરો અને તેમાં લસણની ચટણી આમલીની ગોળ ની ચટણી અને લીલી ચટણી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.
- 7
અને હવે છેલ્લે તેની પર ઝીણી સેવ ભભરાવો કાપેલી ડુંગળી ભભરાવો અને થોડા સેકેલ શીંગદાણા અને કોથમીર થી ગાર્નીશ કરો અને આ ખૂબ જ સ્વાદિષ્ટ બ્રેડ ભેળ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (3)