ભેળ (Bhel Recipe In Gujarati)

ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા વઘારી લેવા. તમે તમારા ટેસ્ટ મુજબ મમરા વઘારી શકો છો. કોથમીર ની ચટણી, ખજૂર આંબલી ની મીઠી ચટણી અને લસણ ની ચટણી બનાવી તૈયાર રાખવી. બટાકા બાફીને ને ઝીણા સમારી લેવા. ડુંગળી, ટામેટા અને કોથમીર સમારી લેવા. દાડમ ના દાણા કાઢી લેવા.
- 2
સેવ, ચવાણું અને પૂરી લેવા. હવે 1 મોટા વાસણ માં સેવ, ચવાણું, બટાકા, ડુંગળી અને ટામેટા નાખવા. હવે તેની ઉપર ત્રણેય ચટણી નાખવી.
- 3
હવે તેની ઉપર મીઠું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, ભૂક્કો કરેલી પૂરી, દાડમ ના દાણા અને કોથમીર ઉમેરો. બધું જ સરખું મિક્સ કરી લો. ટેસ્ટ કરી લો. જરૂર અને સ્વાદ મુજબ કઈ ઉમેરી શકો છો. ભેળ તૈયાર છે સર્વ કરવા માટે. તમારી મનપસંદ રીતે સર્વ કરી શકો છો.
- 4
ઉપર સેવ, દાડમ ના દાણા, પૂરી, કોથમીર અને ચાટ મસાલા થી ગાર્નિશ કરી સર્વ કરો. મેં અહીં ગ્લાસ અને પ્લેટ બંને માં સર્વ કરી છે. ઉનાળા માં ભેળ ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)