સ્ટ્રોબેરી કસ્ટર્ડ ફૂ્ટસલાડ
બાળકો માટે બાળકોને ગમતી ખાસ રેસીપી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ લીટર દૂધ માથી ૪-૫ ચમચી દૂધ ૧ નાની વાટકીમાં નીકાળી લેવું અને એમાં સ્ટ્રોબેરી કસ્ટર્ડ પાઉડર નાખી એની પેસ્ટ બનાવીને બાજુ પર રાખવું.
- 2
ત્યાર બાદ બાકીના દૂધને ગેસ પર ધીમી આંચ પર ખાંડ નાખીને ઊકળવા મૂકો.
- 3
આ દૂધ ઊકળે (થોડું ઘટૃ થાય) એટલે એમાં પેસ્ટ ઊમેરી દો.
- 4
અને પછી આ કસ્ટર્ડ વાળું દૂધ ૫-૭ મીનીટ ઊકળવા દો.
- 5
ત્યાર બાદ આ દૂધને ઠંડું થવા દો અને રુમ ટેમ્પરેચર ઉપર થાય પછી એને ફ્રીજમાં મૂકીને થોડું ઘટ્ટ થવા દો.
- 6
પછી ઠંડું થૈ જાય એટલે એમાં સમારેલા ફ્રૂટ મિક્સ કરી દો.
- 7
અને ઠંડાં ઠંડાં ડઝૅટનો આનંદ લો. 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14737841













ટિપ્પણીઓ (7)