દ્વારકા ના ફેમસ ખીચડી ઓસામણ (Dwarka Famous Khichadi Osaman Recipe In Gujarati)

#CT
અમારે દ્વારકા માં કોઈ એવું ઘર ખાલી નહી હોય કે જેના ઘર માં આ ખીચડી ઓસામણ ના બનતા હોય ખાસ કરી ને દ્વારકા ના ભૂદેવો ને ત્યાં... આમ તો હું અત્યારે વડોદરા રહું છું પણ પોતાના સિટી ની ફેમસ રેસીપી નો કોન્ટેસ્ટ છે તો મને મારા હોમટાઉન દ્વારકા ની યાદ આવી ગઈ . અમારે દ્વારકા માં દર અઠવાડિયે કોઈ એક ફ્રેન્ડ કે રિલેટિવ નો ફોન આવે જ કે .. 'આવી જજો ઘરે આજે ખીચડીઓસામણ નો પોગ્રામ રાખેલ છે '😊

રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ કુકર માં 2 ચમચા તેલ ગરમ કરી એમ રાઈ, જીરું ને બધા ખડા મસાલા ઉમેરી ને સેકી લો. ત્યારબાદ એમાં આદુ મરચાં ઉમેરી લો.
- 2
ત્યારબાદ દાલ ને ચોખા પણ ઉમેરી ને બરોબર તેલ માં સેકી લેવા. પછી એમ હળદર, મીઠું, ધાણાજીરું, ને મરચુ પાઉડર ઉમેરી ને મિક્સ કરી લો હોવી 2 ગ્લાસ પાણી ઉમેરી ને 2 વિસલ થવા દેવી
- 3
એક કડાઈ માં 1 ચમચો તેલ ગરમ કરી ને એમ રાઈ જીરું ઉમેરી ને પછી બધા ખડા મસાલા ઉમેરો
- 4
ત્યારબાદ ટામેટા ઉમેરી ને મીઠું, હળદર, મરચું, ધાણા જીરું ઉમેરી ને ટામેટા ને પાકવા દો
- 5
ટામેટા ચડી જાય પછી લીંબુ ને ગોળ ઉમેરી ને 2 ગ્લાસ પાણી ઉમેરો પાણી ઉકળે ત્યાં સુધી પકાવો.
- 6
ખીચડી નું કુકર ખોલી ને એમ લીલા ધાણા ને ગરમ મસાલો ઉમેરો... બસ ત્યાર છે છુટ્ટી ખીચડી ને સાથે તીખું તમતમતું ને ખાતું મીઠું ઓસામણ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)