આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને મીઠું નાખીને બાફી લો.પછી ઢરી જાય એટલે છાલ ઉતારી લેવી ને તેને ખમણી ને માવો તૈયાર કરી લો.
- 2
હવે લોટ બાધી લેવો. તો તેની માટે એક વાસણ મા લોટ લેવો એમાં તેલ ને મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરતાં ઉમેરતાં લોટ તૈયાર કરી લો.
- 3
પછી તેને થોડી વાર ઢાંકી દેવું. ત્યાં સુધી સ્ટફિંગ રેડી કરી લેવુ. તો પેન માં તેલ ગરમ મુકો. પછી એમાં જીરુ, હીંગ ને આદું મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 4
હવે મીઠો લીમડો ને હળદર ઉમેરો. પછી માવો ઉમેરી ને તેમા મીઠું, ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે સ્ટવ પર થી ઉતારી ને લીબું નો રસ ઉમેરી હલાવી લો.
- 6
હવે લોટ મા જરાક તેલ નાખી તેને કુણવી લો. પછી નાનુ લેવુ લેવુ તેને પૂરી જેટલુ વણી લો. હવે સ્ટફિંગ વચ્ચે મુકી તેનુ ફરી થી લેવુ બનાવી લેવુ.
- 7
પછી ફરી થી વણી લેવુ. પછી લોઢી ગરમ કરવી ને તેમા પરોઠા ને બન્ને બાજુ શેકો. હવે તેલ લગાવી ને ફરી થી શેકાવા દો.
- 8
હવે ગરમાગરમ સર્વ કરો. તેને સોસ, લીલી ચટણી, ચા, દૂધ, કે દહીં બધા ની સાથે સર્વ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (3)