દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટી ને પાણીથી ધોઈ લેવા. ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં પાણી નાખી તેમા બટેટી ને નાખી દેવી.કુકર ઢાંકણ બંધ કરી ને ત્રણ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો.
- 2
કુકર માંથી વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. તો બટેટી બફાઈને તૈયાર છે. હવે છાલ કાઢી લેવી. બટેટી મા ફોક ચમચી કાણાં કરી લેવા. પછી ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક તપેલા મા તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં બધી બટેટી તળી લેવી.
- 3
બટેટી સહેજ ક્રીસ્પી તળી લેવી.ટામેટાં, લીલા મરચાં અને આદુ ક્રશ કરી લેવા. શીંગ દાણા નો ભુકો કરી લેવો.
- 4
ટામેટાં ને બધું ક્રશ થઈ ગયું છે.
- 5
હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક કુકરમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે ક્રશ કરેલ ટામેટાં ની પ્યુરી નાખી ને સતળાઈ જવા દો. સતળાઈ જાય એટલે તેમા તેલ છુટું પડે એટલે તેમાં હળદર, મરચુંપાવડર, ગરમ મસાલો, પંજાબી મસાલો નાખી દેવો. સહેજ સતળાઈ જાય એટલે તેમા મલાઈ નાખી દેવી.
- 6
હવે બધું સરખું સતળાઈ જાય એટલે તેમા તળેલી બટેટી નાખી ને મીક્ષ કરી લેવું.
- 7
થોડુંક પાણી નાખી ને ઉકળવા દો. ઉકળે અને બટેટી મા મસાલો મીક્ષ થઈ જાય ત્યાં સુધી ધીમી ફલેમ થવા દેવું. હવે તેમાં શીંગ દાણા નો ભુકો નાખી ને મીક્ષ કરી લેવું પછી તેમા કસુરી મેથી નાખી દેવી.
- 8
સરસ મસાલો બટેટી મા મીક્ષ થઈ ગયો છે.તેલ સરસ છુટું પડી ને સરસ દેખાય છે. તો તૈયાર છે. દમ આલુ.
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ