મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)

ચીલાને તીખી પેનકેક પણ કહી શકાય...તે ઘણીબધી રીતે વેરીયેશન કરીને બનતા હોય છે. સારા હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું બેસ્ટ અને ઇઝી ઓપ્શન કહી શકાય.
આજે અહીં મેં પનીરના ટોપિંગ સાથેના મોગર દાળ ના ચીલા બનાવ્યા છે. વધારે ફાઇબર્સ સાથે બનાવવા હોય તો ફોતરાવાળી મગની દાળ ના પણ એટલા જ સરસ બને છે. બન્ને દાળ મિક્સ કરીને પણ બનાવી શકાય.
જો ચીલાની ઉપર પનીરનું ટોપિંગ કરવું હોય તો પનીરના નાના ટુકડા સરસ લાગે છે. અને ચીલાને કુક કરી વચ્ચે પનીર અને વેજીટેબલ્સ નું સ્ટફીંગ કરવું હોય તો છીણેલું પનીર સરસ લાગે છે. અંદર સરસ રીતે બાઇન્ડ થઇ જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મોગર દાળ ને 2-3 વાર પાણીથી સારી રીતે ધોઇને 2 કલાક માટે પલાળી લેવી.
- 2
ડુંગળી,લીલા મરચાં,આદું અને લસણને ટુકડા માં સમારી લેવા. દાળમાંથી પાણી કાઢી મિક્સર જારમાં લેવી. તેમાં સમારેલા ડુંગળી,મરચા, લસણ, આદું નાખી થોડું મીઠું નાખી સ્મૂધ ઝીણું પેસ્ટ જેવું પીસી લેવું.આ રીતે બધી દાળ વાટીને ખીરું બનાવવું. જો લીલા મરચાં મોળા હોય તો 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પણ ઉમેરવું.
- 3
સ્ટફીંગ માટે,એક બાઉલમાં પનીર, ડુંગળી, કેપ્સીકમ અને ટામેટાને એકદમ બારીક સમારી લેવા. તેમાં સ્ટફીંગના ઉપર જણાવેલા બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી 10-15 મિનિટ માટે મેરીનેટ થવા રાખવું.
- 4
હવે ખીરું અને પનીરનું સ્ટફીંગ તૈયાર છે. તો એક નોનસ્ટીક પેનને ગરમ મૂકવું. થોડું તેલ લગાવી ખીરું પાથરી પાતળો ચીલો ઉતારવો. પડ ચડે તે પહેલા જ તેના પર સ્ટફીંગ પાથરવું. ઊલ્ટાવીને બન્ને બાજુ સરખું તેલ મૂકી શેકી લેવું.
- 5
આ જ રીતે મોટા નોનસ્ટીક પેનમાં ઢોંસા ની જેમ પાતળો ચીલો ઉતારી, બન્ને બાજુ ચઢવી, વચ્ચે સ્ટફીંગ પાથરી રોલ કરી શકાય.
- 6
બધા ચીલા આ રીતે બનાવી લેવા. ગરમ જ લીલી ચટણી, કેચઅપ, ચા સાથે સર્વ કરવા.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)