ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FD
#cookpadgujarati
#cookpadindia
મિત્રતા એ આપણા જીવનનો એક એવો સંબંધ છે જે આપણે આપણી જાતે પસંદ કરીએ છીએ. આપણો ખાસ મિત્ર એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે આપણે આપણા જીવનની દરેક વાતને શૅર કરી શકીએ છીએ. આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું મારી ખાસ મિત્ર અમી માટે આ વાનગી બનાવું છું. જે તેને ઘણી પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
2 લોકો માટે
  1. પીઝા બેઝ બનાવવા માટે:
  2. 1.5 કપમેંદા નો લોટ
  3. 1/2 Tspબેકિંગ પાવડર
  4. 1/2 Tspબેકિંગ સોડા
  5. 1 Tspતેલ
  6. 1 Tspખાંડ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. હુફાળું પાણી
  9. 1/2 કપદહીં
  10. ટોપીંગ માટે:
  11. સમારેલી કોબી
  12. સમારેલી ડુંગળી
  13. સમારેલું ગ્રીન કેપ્સીકમ
  14. સમારેલું યેલ્લો કેપ્સીકમ
  15. સમારેલું રેડ કેપ્સીકમ
  16. ટોમેટો
  17. સમારેલા મશરૂમ
  18. ઓલીવ
  19. અસેમ્બલ કરવા માટે:
  20. પીઝા સોસ
  21. રેડ ચીલી ફ્લેક્સ
  22. ઓરેગાનો
  23. ચીઝ

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં ખાંડ, તેલ, સ્વાદ અનુસાર મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, દહીં ઉમેરી નરમ લોટ બાંધવો.

  2. 2

    આ લોટને પ્લાસ્ટિકથી રેપ કરી અથવા તો કપડાં વડે ઢાકી એકાદ કલાક માટે સાઈડ પર રાખી દેવો. ત્યારબાદ તેમાંથી લુવા કરી પીઝાનો બેઝ તૈયાર કરવો.

  3. 3

    તેના પર પીઝા સોસ અને તેના પર મનગમતા વેજિટેબલ્સ ના ટુકડા મૂકી તેના પર ચીઝનું લેયર કરવુ. તેના પર ઓલીવ, મશરૂમ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવો.

  4. 4

    200°C પર પ્રીહિટેડ ઓવનમાં આ પીઝા ને 15 મીનીટ માટે બેક કરવો.
    જેથી પીઝા સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes