સિઝલિંગ ડ્રેગન પોટેટો

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#EB
#Week12
#cookpadindia
#cookpadgujarati
#dragonpotato
#potato
#chinese
#sizzling
#sizzler

ડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.

મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે.

સિઝલિંગ ડ્રેગન પોટેટો

#EB
#Week12
#cookpadindia
#cookpadgujarati
#dragonpotato
#potato
#chinese
#sizzling
#sizzler

ડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.

મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા (મીડીયમ સાઈઝ)
  2. 2 tbspકોર્ન ફ્લોર
  3. 2 tbspતેલ
  4. 2 tbspચોપડ ગાર્લિક
  5. 1 tbspજીંજર જુલિયેન
  6. 2-3લીલા મરચા (સલાન્ટ કટ)
  7. 1/4 કપચોપડ સ્પ્રિંગ ઓનિયન (ફક્ત સફેદ ભાગ)
  8. 4 tbspચોપડ સ્પ્રિંગ ઓનિયન (ફક્ત લીલો ભાગ - ગાર્નિશિંગ માટે)
  9. 1 tbspરોસ્ટેડ તલ (ગાર્નિશિંગ માટે)
  10. 1 tbspસમારેલી કોથમીર (ગાર્નિશિંગ માટે)
  11. 1નાનું સમારેલું લીલું કેપ્સિકમ
  12. 1/4 કપમિક્સ કલર ના બેલ પેપ્પર
  13. 1/4 tspમરી પાવડર
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. તેલ તળવા માટે
  16. ➡️ બેટર માટે ના ઘટકો:-
  17. 4 tbspકોર્ન ફ્લોર
  18. 3 tbspમેંદો
  19. 2 tbspચોખા નો લોટ
  20. 2 tbspરેડ ચીલી સોસ
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. 1/2 કપપાણી
  23. ➡️ સોસ મિક્સચર માટે ના ઘટકો:-
  24. 2 tbspરેડ ચીલી સોસ
  25. 1 tbspટોમેટો કેચપ
  26. 1 tbspસોયા સોસ
  27. 1 tbspસિઝવાન સોસ
  28. 1/4 tspવિનેગર
  29. 1 tbspકોર્ન ફ્લોર
  30. 3 tbspપાણી
  31. ➡️ સિઝલિંગ ઈફેક્ટ માટે:-
  32. લેટુસ ના 4-5 પાન
  33. બટર ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને છોલી ને ફિંગર્સ ના આકાર માં કાપી લો અને ઠંડા પાણી માં 5 મિનિટ માટે બોળી રાખો. પછી તેને 3-4 વખત પાણી થી ધોઈ લો. હવે એક પેન માં મીઠું ઉમેરી ને પાણી બોઈલ કરવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં બટાકા ની ફિંગર્સ ઉમેરો અને તેને 4-5 મિનિટ માટે પાર બોઈલ કરો. ત્યારબાદ ફિંગર્સ ને સ્ટ્રેનર માં કાઢી તરત જ ઠંડા પાણી ના નળ નીચે મૂકી ને ધોઈ લો. હવે ફિંગર્સ ને નિતારી ને ડ્રાય કરવા માટે એક નેપકીન ઉપર 5-7 મિનિટ માટે ફેલાવી ને પાથરી દો.

  2. 2

    હવે કેપ્સિકમ, બેલ પેપ્પર, લીલા મરચાં, સ્પ્રિંગ ઓનિયન (સફેદ અને લીલો ભાગ અલગ-અલગ) ને સમારી ને તૈયાર રાખો. ત્યારબાદ ડ્રાય કરેલી પોટેટો ફિંગર્સ ને એક બાઉલ માં લઇ તેમાં 2 tbsp કોર્ન ફ્લોર ઉમેરી ને કોટ કરો. હવે બેટર બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો એક બાઉલ માં લઇ મિક્સ કરો. બેટર તૈયાર છે. હવે તેલ ગરમ કરી તેમાં કોટ કરેલી ફિંગર્સ ને બેટર માં ડીપ કરી ને લાઈટ ગોલ્ડાન થઇ ત્યાં સુધી મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરો (ફર્સ્ટ ફ્રાયિંગ). ફ્રાઈડ ફિંગર્સ ને 10-15 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી પડવા દો.

  3. 3

    સોસ મિક્સચર બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો એક બાઉલ માં લઇ મિક્સ કરો. હવે ફ્રાઈડ ફિંગર્સ ને હાઈ ફ્લેમ પર ફ્લેશ ફ્રાય કરો (સેકન્ડ ફ્રાય) અને ફિંગર્સ ગોલ્ડન બ્રાઉન થાય એટલે પેપર ટોવેલ ઉપર કાઢી લો. ફ્લેશ ફ્રાય કરવાથી ફિંગર્સ ખુબજ ક્રિસ્પી થશે.

  4. 4

    હવે એક પેન માં 2 tbsp તેલ લઇ તેમાં ચોપડ ગાર્લિક, જીંજર જુલિયેન અને કાપેલા લીલા મરચાં નાખી હાઈ ફ્લેમ ઉપર 30 સેકેન્ડ માટે સૌતે કરો. હવે તેમાં ચોપડ સ્પ્રિંગ ઓનિયન (સફેદ ભાગ) અને કેપ્સિકમ, બેલ પેપ્પર ઉમેરી 30 સેકેન્ડ માટે સૌતે કરો. હવે તેમાં મરી પાવડર અને સોસ મિક્સચર ઉમેરી મિક્સ કરો અને 1 મિનિટ માટે કૂક કરો. ત્યારબાદ તેમાં ફ્રાઈડ પોટેટો ફિંગર્સ અને જરૂર મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 2 મિનિટ માટે કૂક કરો.

  5. 5

    ઉપર સમારેલી કોથમીર અને સ્પ્રિંગ ઓનિયન (લીલો ભાગ) સ્પ્રિંકલ કરો. ડ્રેગન પોટેટો તૈયાર છે. મેં અહીં સિઝલિંગ ઈફેક્ટ આપી છે. તેના માટે ફિંગર્સ ને ફ્લેશ ફ્રાય કર્યા પછી સિઝલર પેન ને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો જેથી ડ્રેગન પોટેટો તૈયાર થાય ત્યાં સુધી માં પેન એકદમ ગરમ થઇ જાય. હવે ગરમ સિઝલર પેન ઉપર લેટુસ ના પાન મુકો. તેની ઉપર ડ્રેગન પોટેટો મુકો અને આજુ બાજુ બટર ક્યુબ્સ મુકો જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.

  6. 6

    તો તૈયાર છે હોટ એન્ડ સ્પાઈસી સિઝલિંગ ડ્રેગન પોટેટો. ઉપર રોસ્ટેડ તલ સ્પ્રિંકલ કરો અને ઈચ્છા મુજબ ગાર્નિશિંગ અને પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes