સરગવા બટાકા ની સબ્જી (Saragva Bataka Sabji Recipe In Gujarati)

સરગવા બટાકા ની સબ્જી (Saragva Bataka Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સરગવાની શીંગ અને બટાકા ને ધોઈને સમારી લો.બટાકા ને મિડિયમ સાઈઝના કટ કરવાના છે. સરગવાની સિંગને પણ મીડિયમ સાઇઝની રાખવાની છે.જે નીચે બતાવેલ છે.
- 2
હવે લસણ ખાંડણીમાં ખાંડી લો. ટામેટાં ને પણ ઝીણા ઝીણા સમારી લો.પછી તેલ ગરમ કરવા માટે મૂકો.તેલ ગરમ થઇ જાય એટલે તેમાં લસણ ઉમેરી દો.
- 3
લસણ બ્રાઉન કલરનું થઈ જાય પછી તેમાં સરગવાની શીંગ અને બટાકા ઉમેરી તેને 1 મિનિટ સુધી તેલમાં ગરમ થવા દો.પછી તેમાં બધા મસાલા કરી લો.પહેલા હળદર ઉમેરો.
- 4
ધાણાજીરું પાઉડર ઉમેરો.ત્યારબાદ લાલ મરચું ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરો.બધાયને એકદમ હલાવી લો અને તેલમાં ચડવા દો.
- 5
હવે તેલમાં ચડે ત્યાં સુધી આપણે એક લસણની ચટણી તૈયાર કરી લઈએ. ખાંડણીમાં લસણની 3 થી 4 કળી લઈ તેમાં લાલ મરચું ઉમેરો અને બંને ખાંડી લો. એટલે લસણની ચટણી તૈયાર થશે.લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. હવે આ તૈયાર થયેલી ચટણી સબ્જીમાં ઉમેરી દો. તેને હલાવી નાખો. પછી તેમાં ટામેટા ઉમેરી દો.
- 6
આ બધું જ બરાબર મિક્સ કરી લો અને 2 મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં પાણી ઉમેરો. પાણી તમારે જેટલા પ્રમાણમાં રસો જોઈતો હોય એટલા પ્રમાણમાં જ ઉમેરવું.
- 7
આ બધું તૈયાર થઈ જાય પછી કુકર નું ઢાંકણ ઢાંકી દો. પછી 3 સીટી કરી લો. પછી કુકરમાંથી વરાળ નીકળી જાય એટલે કોથમીર ઉમેરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.ઉપરથી મે લીલી કોથમીર ઉમેરીને ગાર્નિશિંગ કર્યું છે. તેને ખાટી-મીઠી કાચી કેરી અને ગરમાગરમ રોટલી સાથે સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ