સંભાર(Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળને સારી રીતે 2-3 વાર ધોઇને ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી, મીઠું અને હળદર નાખી બાફવા મૂકવી. 2-3 વ્હીસલ આવે પછી થોડીવાર માટે ગેસ ધીમો રાખી બાફવી. બફાઇ જાય પછી ઠંડી થાય એટલે બ્લેન્ડરથી બરાબર ક્રશ કરી લેવી.
- 2
ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, રીંગણ ને બારીક સમારી લેવું. બીજું જે શાક પસંદ અને ઉપલબ્ધ હોય એ ઉમેરી શકાય.
- 3
એક કઢાઇમાં તેલ ગરમ મૂકી રાઇ, હીંગ, લવિંગ, તજ, તમાલપત્ર નો વઘાર કરવો. પછી તેમાં મીઠા લીમડાનાં પાન, લીલા મરચાં અને બધું સમારેલું શાક ઉમેરી સાંતળવું. બીજી બાજુ દાળને ઉકળવા મૂકવી.
- 4
શાક બરાબર સંતળાય એટલે લાલ મરચું, હળદર, સંભાર મસાલો, ધાણાજીરુ, મીઠું ઉમેરી મિક્સ કરવું. મસાલો બરાબર સંતળાય એટલે તેને ઉકળતી દાળમાં ઉમેરવો.
- 5
હલાવી મિક્સ કરી ઉકળવા દેવું. જરુર લાગે તો થોડું પાણી ઉમેરવું. બરાબર ઉકળે અને થઇ જાય પછી ગેસ બંધ કરી સમારેલી કોથમીર લીંબુનો રસ ઉમેરવો.
- 6
ગરમા ગરમ સંભાર તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (12)