તવા સબજી (Tava Sabji Recipe In Gujarati)

#MA
પેહલા અમે કોઈ ના લગ્ન માં જતાં તો ત્યાં તવા સબ્જી હોય જ. જે મારી અને મારી મમ્મી ની સ્પેશ્યલ ભાવતી વસ્તુ. પછી એક વખત મમ્મી એ આ તવા સબ્જી ઘરે બનાવી જે ટેસ્ટ ખૂબ જ સરસ લગન માં સ્ટોલ વાળા જેવી જ બની. અહીં હું તમારા માટે મારી ને મારી મમ્મી ની ફેવરિટ તવા સબ્જી ની રેસિપી લાવી છું. તમે તમને ભાવતા શાક લઈ શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં રીંગણ અને ભીંડા ને વચ્ચે થી ઉભો કાપો પાડી લો. અને કેપ્સિકમ તેમજ બાફેલા બટાકા ને વચ્ચે થી કાપી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બધા શાક ને વાર ફરતી તળી લો. બધા શાક ને એક સાથે તળવા નઇ કારણ કે બધા શાક ને અલગ અલગ સમય લાગે છે.
- 3
હવે એક નાના બાઉલ માં આપડે એક મસાલો ત્યાર કરીશું જે આ તળેલા શાક પર છાંટવો. અને બાકી નો પછી શાક ની ગ્રેવી માં વાપરીશું. મસાલા માટે આમચૂર પાઉડર, લાલ મરચું અને મીઠું ને મિક્સ કરી લઈશું.
- 4
હવે આ મસાલા ને શાક ની ઉપર ભભરાવિશું. જેથી શાક ચટપટું લાગશે.
- 5
જો તમારી પાસે મોટો તવો હોય તો ગ્રેવી સીધી તવા પર જ બનાવી સક્સો. પણ મારી પાસે નાનો તવો છે એટલે હું અલગ થી ગ્રેવી બનાવીશ.શાક તળેલા કઢાઈ માં જ થોડું તેલ ઉમેરીને તેમાં જીરૂ, ડુંગળી ને આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા નાખી ને ૨ મિનિટ સાંતળો.
- 6
ડુંગળી નો ક્લર બદલાઈ જાય એટલે તેમાં ટોમેટો પ્યુરી નાખીને તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું ને ગરમ મસાલો નાખી ને ૩-૪ મિનિટ સુધી સાંતળો.
- 7
ટામેટાં બરાબર ચઢી જાય એટલે મીઠું ને કસૂરી મેથી નાખી ને ૨ મિનિટ સુધી સાંતળો.
- 8
હવે તેમાં તંદૂરી મસાલો નાખો જેથી કરી ને તેનો ટેસ્ટ એક દમ બહાર જેવો લાગશે. તેને ૨ મિનિટ સુધી સાંતળો અને તેમાં લીલા ધાણા નાખી ને સાઇડ પર રાખો.
- 9
હવે એક તવા પર બધું શાક ગોઠવી લઈશું. તવો ગરમ કરવા મુકીશું. તવો ગરમ થાય એટલે તેમાં ૨ ચમચી જેટલું બટર નાખો. અને ત્યાર બાદ તેમાં થોડી ગ્રેવી નાખો..
- 10
ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરીને ગ્રેવી ને થોડી પાતળી કરીશું. અને દરેક જણ ની મરજી મુજબ એક એક શાક ગ્રેવી માં મિક્સ કરો. અને તેને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)