કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
Bhoomi Harshal Joshi @BHJ301112
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ થાળી કે મોટા વાસણમાં સૌથી બહારની સાઈડ રાઈ ના કુરિયા પછી મેથીના કુરિયા અને વચ્ચે હિંગ નાખી થોડું શીંગ તેલ ગરમ કરી વઘાર રેડી ઢાંકી દેવું.
- 2
આ મિશ્રણ ઠંડું પડે એટલે મીઠું, હળદર, કાશ્મીરી અને તીખું મરચું નાંખી બરાબર હલાવવું.
- 3
ત્યારબાદ એક થી બે કેરી ખમણી મસાલામાં ઉમેરવી.
- 4
ગુંદા ને વચ્ચેના ભાગથી કાપી અથવા ફોડી ને તૈયાર કરેલો સંભાર તેમાં દાબીને ભરવો અને ત્યારબાદ વધેલા સંભાર મસાલામાં કેરીના નાના પીસ કરી ચોળી લેવો.
- 5
ત્યારબાદ ગુંદા કેરી અને સંભાર ની સારી રીતે મિક્સ કરવું.
- 6
અને છેલ્લે બરણીમાં ભરી બાકીનું તેલ ગરમ કરી ઠંડું પડે એટલે ઉમેરવું જેથી કરીને અથાણું બગડે નહીં. તો તૈયાર છે ગુંદા કેરી નું તાજું અથાણું અત્યારે રસની સિઝનમાં ખૂબ જ ભાવે છે બધાને.
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012229






ટિપ્પણીઓ (3)