ખજૂર લીંબુ નું અથાણું (Khajoor Limbu Athanu Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#EB
#week1
ત્રણ ચાર વર્ષ પહેલા આ અથાણું મારા ફ્રેન્ડ પાસેથી શીખી હતી એ પછી મેં એમાં ઘણા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે હેલ્ધી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો

ખજૂર લીંબુ નું અથાણું (Khajoor Limbu Athanu Recipe In Gujarati)

#EB
#week1
ત્રણ ચાર વર્ષ પહેલા આ અથાણું મારા ફ્રેન્ડ પાસેથી શીખી હતી એ પછી મેં એમાં ઘણા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે હેલ્ધી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર ઠળિયા કાઢી કટ કરી લેવો
  2. 300 ગ્રામઆથેલા લીંબુ બી કાઢી નાના કટકા કરવા
  3. 400 ગ્રામદળેલી સાકર
  4. 200 ગ્રામગોળ કેરી નો મસાલો મે ઘરે જ બનાવેલો છે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ લઈ તેમાં ઉપર ની બધી જ વસ્તુઓ લેવી તેને સરખું મિક્ષ કરી લેવું

  2. 2

    તેને બે દિવસ કડાઈમાં જ રાખી દિવસમાં ત્રણ થી પાંચ વખત હલાવતા રહેવું

  3. 3

    ત્યારબાદ તેને બરણીમાં ભરવું દસેક દિવસ પછી ઉપયોગમાં લેવું

  4. 4

    આ અથાણું ખુબ જ સરસ લાગે છે

  5. 5

    ખજૂર અને લીંબુ બંને ગુણકારી છે તેમજ તેમાં તેલ પણ નહિવત્ હોવાથી એ રીતે પણ ફાયદાકારક છે અને કેરીની ખટાશ ન ખાઈ શકતા હોય તેવા વડીલો પણ આ અથાણું ખાઈ શકે છે

  6. 6

    તમે સાકરને બદલે ખાંડ વાપરી શકો છો અને આથેલા લીંબુ ને બદલે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઇ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
આથેલા લીંબુ કેવી રીતે કરાય?

Similar Recipes