કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
છ લોકો
  1. 200 ગ્રામરાઈના કુરિયા
  2. 100 ગ્રામમેથીના કુરિયા
  3. 150 ગ્રામકાશ્મીરી મરચું
  4. બેથી ત્રણ ચમચી તીખું મરચું
  5. 400 ગ્રામતેલ
  6. 3 થી 4 ચમચી હિંગ
  7. 100 ગ્રામઆખું મીઠું
  8. 1 ચમચીહળદર
  9. 250 ગ્રામગુંદા
  10. 350 ગ્રામકેરી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ થાળી કે મોટા વાસણમાં સૌથી બહારની સાઈડ રાઈ ના કુરિયા પછી મેથીના કુરિયા અને વચ્ચે હિંગ નાખી થોડું શીંગ તેલ ગરમ કરી વઘાર રેડી ઢાંકી દેવું.

  2. 2

    આ મિશ્રણ ઠંડું પડે એટલે મીઠું, હળદર, કાશ્મીરી અને તીખું મરચું નાંખી બરાબર હલાવવું.

  3. 3

    ત્યારબાદ એક થી બે કેરી ખમણી મસાલામાં ઉમેરવી.

  4. 4

    ગુંદા ને વચ્ચેના ભાગથી કાપી અથવા ફોડી ને તૈયાર કરેલો સંભાર તેમાં દાબીને ભરવો અને ત્યારબાદ વધેલા સંભાર મસાલામાં કેરીના નાના પીસ કરી ચોળી લેવો.

  5. 5

    ત્યારબાદ ગુંદા કેરી અને સંભાર ની સારી રીતે મિક્સ કરવું.

  6. 6

    અને છેલ્લે બરણીમાં ભરી બાકીનું તેલ ગરમ કરી ઠંડું પડે એટલે ઉમેરવું જેથી કરીને અથાણું બગડે નહીં. તો તૈયાર છે ગુંદા કેરી નું તાજું અથાણું અત્યારે રસની સિઝનમાં ખૂબ જ ભાવે છે બધાને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Harshal Joshi
પર

Similar Recipes