ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ધોઈને એક તપેલીમાં પાણી અને છાશ નાખી તેમાં ગુંદા ઉમેરો અને ઉકળવા મૂકો.
- 2
ગુંદા નો રંગ બદલાય ત્યાં સુધી છાશવાળુ પાણી ઉકળવા દો. પછી ફ્લેમ બંધ કરી ચાળણી માં કાઢી પાણી નિતારી લેવાનું.
- 3
હવે ગુંદા ઠંડા થાય એટલે તેને હાથ થી ધીમે દબાવી ઠળિયા કાઢી લો અને મીઠા વાળી આંગળી ફેરવી ચિકાસ કાઢી લો.
- 4
બીજા બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં મીઠુ, લાલ મરચું પાઉડર, હળદર, ખાંડ
ધાણાજીરું,2 ચમચી તેલ, નાંખી લો મિક્સ કરી લો અને ગુંદા માં ભરી લો. - 5
હવે એક કડાઈમા તેલ નાખી તેમાં ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ અને તલ નો વઘાર કરો અને ગુંદા નાંખી લો મિક્સ કરી લો અને તેને ધીમા તાપે 5 મિનિટ માટે ચઢવા દો પછી ગેસ બંધ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15021428



ટિપ્પણીઓ (6)