નવાબી પરવળ કરી જૈન (Nawabi Parval Curry Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Post 6
પરવળ માં ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. બધા જ લીલા શાક માંથી સૌથી વધુ પ્રોટીન પરવળ માં જ રહેલું હોય છે. આથી તેની જુદી જુદી વાનગીઓ તથા જુદા જુદા પ્રકારે તેનું શાક બનાવીને તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં પરવળ નાં શાક ને ડ્રાયફ્રુટ તથા પનીરના સ્ટફિંગ સાથે તૈયાર કરેલ છે. આ રીતે બનાવેલું શાક બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે.

નવાબી પરવળ કરી જૈન (Nawabi Parval Curry Jain Recipe In Gujarati)

#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Post 6
પરવળ માં ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. બધા જ લીલા શાક માંથી સૌથી વધુ પ્રોટીન પરવળ માં જ રહેલું હોય છે. આથી તેની જુદી જુદી વાનગીઓ તથા જુદા જુદા પ્રકારે તેનું શાક બનાવીને તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં પરવળ નાં શાક ને ડ્રાયફ્રુટ તથા પનીરના સ્ટફિંગ સાથે તૈયાર કરેલ છે. આ રીતે બનાવેલું શાક બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 300 ગ્રામનાના કુણા પરવળ
  2. સ્ટફિંગ માટે નો મસાલો બનાવવા માટે:
  3. 100 ગ્રામ કેસર પનીર
  4. 7-8લીલા મરચા
  5. 100 ગ્રામ કોથમીર
  6. 1 ચમચો ટોપરાની છીણ
  7. 2 ચમચીઅધકચરા કાજુનો ભૂકો
  8. 2 ચમચીબદામનો ભૂકો
  9. 2 ચમચીકિસમિસ
  10. 1ચમચો શેકેલો ચણાનો લોટ
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. 1/4 ચમચી મરી પાઉડર
  13. ૧ ચમચીખાંડ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 2 ચમચીતેલ
  16. કરી બનાવવા માટે:
  17. 2મોટા ટામેટા છીણેલા
  18. 1 મોટી ચમચીકાજુ અને મગજતરી ની પેસ્ટ
  19. 1લીલુ મરચું ઝીણું સમારેલુ
  20. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  21. 1/4 ચમચી હિંગ
  22. 1 ચમચીધાણાજીરું પાઉડર
  23. ચપટીકસૂરી મેથી
  24. 1ચમચો તેલ
  25. 1/4 ચમચી ગરમ મસાલો
  26. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  27. મીઠું સ્વાદ
  28. ઉપરથી સજાવવા માટે:
  29. 1 ચમચીછીણેલુ પનીર
  30. 4 થી 5 કાજુ ના ફડચા
  31. કોથમીરના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પરવળ ને ધોઈને તેને વચ્ચેથી ઉભો કાપો કરી તેના બીયા કાઢી લો. ચણાના લોટને કોરો શેકી લો.

  2. 2

    એક તરફ પાણીનું આંધણ મૂકી દો. લીલા મરચા અને કોથમીરની પેસ્ટ તૈયાર કરી લો. એક થાળીમાં સ્ટફિંગ ની બધી જ સામગ્રી ભેગી કરી તેને બરાબર મિક્સ કરી લો પછી પરવળ માં આ સ્ટફિંગ સહેજ દબાવીને ભરી લો. આ જ સ્ટફિંગ ભરીને બધા જ પરવળ તૈયાર કરી લો.

  3. 3

    5 થી 7 મિનિટ સુધી ભરેલા પરવળ ને વરાળે બાફી લો. બફાઈ જશે એટલે તેનો રંગ સહેજ બદલાઈ જશે.

  4. 4

    એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં હીંગ ઉમેરો પછી ઝીણું સમારેલું લીલું મરચું અને ટામેટા ઉમેરી ચારથી મિનિટ માટે સાંતળો.

  5. 5

    હવે તેમાં કાજુ મગજ ની પેસ્ટ, વધેલો સ્ટફિંગ નો મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને ૨ થી ૩ મિનીટ માટે સાંતળી લો. પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેમાં ઉભરો આવે એટલે ભરેલા પરવળ ઉમેરીને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લો.

  6. 6

    બધું સરસ મિક્સ થઈ જાય અને તેલ છૂટી ને ઉપર આવવા લાગે એટલે તેમાં એક ચમચી ફ્રેશ લાઈટ અમદાવાદ અમદાવાદ ક્રીમ અને કસુરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  7. 7

    તૈયાર કરેલ નવાબી પરવળ કરી ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી છીણેલું પનીર, કાજુ ના ટુકડા અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes