ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB
Week 2
આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EB
Week 2
આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાડવા કેરીને પાણીથી સારી રીતે ધોઈ અને લૂછી નાખવી
- 2
તેના ટુકડા ને મીઠા અને હળદરમાં ચોળી એક રાત માટે ઢાંકીને રાખી મૂકવી
- 3
બીજા દિવસે તેનું પાણી નિતારી છાયામાં અથવા પંખા નીચે છથી સાત કલાક સુકવવી
- 4
એ સમય દરમ્યાન એક પેનમાં તેલ મૂકી ધાણાના કુરિયા અને સાંતળવા
- 5
ધાણાના કુરિયા સાંતળી લીધા બાદ તેને નીચે ઉતારી તેમાં હિંગ મેથી ના કુરિયા અને રાયના કુરિયા ઉમેરવા અને આ વઘારેલા સંભાર ને ઠંડુ થવા મૂકી દેવો
- 6
કેરી ને ચેક કરવી દબાવીને જોઈ લેવું કે તેમાં બિલકુલ પાણી રહ્યું નથી ને ત્યારબાદ તેને ઉપયોગમાં લેવી
- 7
હવે ઠંડા થઈ ગયેલા સંભાર માં વરિયાળી અને ગોળ સારી રીતે મિક્સ કરવો અને હવે કેરીના ટુકડા ઉમેરી ખૂબ સારી રીતે ચલાવવું
- 8
આ મિશ્રણને ખૂબ સારી રીતે ચલાવવું અને પછી તપેલામાં ઢાંકીને બે ત્રણ દિવસ રાખવું દિવસમાં બેથી ત્રણ વખત હલાવતા રહેવું જેથી ગોળ સારી રીતે ઓગળી જાય
- 9
ત્રણેક દિવસ બાદ ગોળ સારી રીતે ઓગળી ગયા પછી જ તેમાં કાશ્મીરી મરચું ઉમેરી સારી રીતે હલાવી બરણીમાં ભરવું
- 10
તો તૈયાર છે ગોળ કેરીનું અથાણું
Keywords
Similar Recipes
More Recipes
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)











ટિપ્પણીઓ