ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#EB
Week 2
આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે

ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#EB
Week 2
આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

છ લોકો
  1. 1 કિલોલાડવા કેરીના ટુકડા
  2. દોઢ કિલો કોલ્હાપુરી ગોળ
  3. 300 ગ્રામધાણાના કુરિયા
  4. 50 ગ્રામરાયના કુરિયા
  5. 50 ગ્રામમેથીના કુરિયા
  6. 500 ગ્રામસીંગતેલ
  7. 200 ગ્રામકાશ્મીરી મરચું
  8. 100 ગ્રામ વરિયાળી
  9. મીઠું અને હળદર જરૂરિયાત મુજબ
  10. 100 ગ્રામ હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લાડવા કેરીને પાણીથી સારી રીતે ધોઈ અને લૂછી નાખવી

  2. 2

    તેના ટુકડા ને મીઠા અને હળદરમાં ચોળી એક રાત માટે ઢાંકીને રાખી મૂકવી

  3. 3

    બીજા દિવસે તેનું પાણી નિતારી છાયામાં અથવા પંખા નીચે છથી સાત કલાક સુકવવી

  4. 4

    એ સમય દરમ્યાન એક પેનમાં તેલ મૂકી ધાણાના કુરિયા અને સાંતળવા

  5. 5

    ધાણાના કુરિયા સાંતળી લીધા બાદ તેને નીચે ઉતારી તેમાં હિંગ મેથી ના કુરિયા અને રાયના કુરિયા ઉમેરવા અને આ વઘારેલા સંભાર ને ઠંડુ થવા મૂકી દેવો

  6. 6

    કેરી ને ચેક કરવી દબાવીને જોઈ લેવું કે તેમાં બિલકુલ પાણી રહ્યું નથી ને ત્યારબાદ તેને ઉપયોગમાં લેવી

  7. 7

    હવે ઠંડા થઈ ગયેલા સંભાર માં વરિયાળી અને ગોળ સારી રીતે મિક્સ કરવો અને હવે કેરીના ટુકડા ઉમેરી ખૂબ સારી રીતે ચલાવવું

  8. 8

    આ મિશ્રણને ખૂબ સારી રીતે ચલાવવું અને પછી તપેલામાં ઢાંકીને બે ત્રણ દિવસ રાખવું દિવસમાં બેથી ત્રણ વખત હલાવતા રહેવું જેથી ગોળ સારી રીતે ઓગળી જાય

  9. 9

    ત્રણેક દિવસ બાદ ગોળ સારી રીતે ઓગળી ગયા પછી જ તેમાં કાશ્મીરી મરચું ઉમેરી સારી રીતે હલાવી બરણીમાં ભરવું

  10. 10

    તો તૈયાર છે ગોળ કેરીનું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Harshal Joshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes