છૂંદો (Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને લૂછી ને છીણી લેવી. કેરી ની છીણ ને એક તપેલા માં નાખી તેમાં ખાંડ અને મીઠું નાખી તેને બરાબર હલાવી તપેલા ને ઉપર થી કપડું બાંધી તપેલું તડકે મૂકવું.
- 2
6 થી 7 દિવસ બરાબર તડકો હોય તો છૂંદો બરાબર બની જશે.રોજ છૂંદો ને બરાબર હલાવી પછી તડકે મુકવો.ચાસણી જેવો તાર થાય એટલે છૂંદો થઈ ગયો.
- 3
તૈયાર પછી તેમાં તજ, લવિંગ, હળદર અને જીરું પાઉડર નાખી બરાબર હલાવી થોડોક વખત તડકે રાખવું. મરચું નાખવું ઓપ્શનલ છે.જો લાલ મરચું નાખવું હોય તો કાશ્મીરી મરચું નાખવું.
- 4
છૂંદો ઠંડો પડે એટલે તેને કાચ ની બરણી માં ભરી આખું વરસ એન્જોય કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15065949




ટિપ્પણીઓ (2)