છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB
Week 3
છૂંદો એ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસિપી છે અને તે તડકા છાયા નો પણ બને છે અને તે આખો વર્ષ ખૂબ જ સારું રહે છે તે ખાસ કરીને થેપલા અને પૂરી જોડે ખૂબ ભાવે છે પરંતુ બાળકો તો રોટલી ભાખરી અને પરોઠા સાથે પણ ખાય છે અને મેં આજે તડકા છાયા નો છુંદો બનાવ્યો છે રેસિપી શેર કરું છું

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કેરી ને પાણીથી સારી રીતે ધોઈ લૂછી લેવી અને છાલ કાઢી લેવી અને ખમણ કરવું
- 2
ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ભેળવીને રાત રહેવા દેવું
- 3
કેરીના ખમણને હળવા હાથે દબાવી મીઠા હળદર નું પાણી કાઢી લેવું એટલે કે નિતારી લેવું
- 4
ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી ખૂબ જ હલાવી જે વાસણ હોય તેની ઉપર કોટનનું ચોખ્ખું કપડું બાંધી દેવું અને તડકે મુકવો
- 5
ત્રણ-ચાર દિવસ સુધી આ મિશ્રણને હલાવતા રહેવું અને તડકે રાખો બધી જ ખાંડ ઓગળી જાય અને ચાસણી આવી જાય
- 6
ત્યારબાદ આ મિશ્રણમાં મુજબ તજ લવિંગ અને એલચીને ઉમેરવું અને છેલ્લે કાશ્મીરી મરચું ઉમેરો અને છૂંદા ને સારી રીતે હલાવો અને પછી બરણીમાં ભરી દો તો તૈયાર છે કેરીનો તડકા છાયા નો છુંદો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ