સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)

#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Week3
કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે.
પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે.
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB
#CookpadIndia
#COOKPADGUJRATI
Week3
કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે.
પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને પાંચથી સાત મિનિટ માટે પ્લાન કરી લેવા. 1 ચમચો ઘી મુકીને તેમાં કાજુના ફાડચા સાંતળી લેવા. કાજુ કાઢી તેના તે જ ઘી માં છીણેલી દૂધી ને તેનો રંગ બદલાય ત્યાં સુધી સાંતળવી. કાજુના ટુકડા, મગજતરી ના બી અને ઈલાયચીને બે કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ઈલાયચી ના છોડા ગાડી લેવા અને આ બધીજ સામગ્રી મિક્સર માં દળીને તેની પ્યૂરી તૈયાર કરો.
- 2
એક દિવસ પર કોલસાના ટુકડા ને ગરમ કરવા મૂકી દો હવે બીજી તરફ એક કડાઈમાં તેલ લઈ તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી ત્રણથી ચાર મિનિટ સાંતળો પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ને ઝીણા સમારેલા મરચાં ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા પાઉડર, કિચન કિંગ મસાલો, ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને બીજી ચારથી પાંચ મિનિટ માટે સાંતળો.
- 3
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર કસૂરી મેથી અને અને મિક્સ કરી ૨થી ૩ મિનિટ માટે કૂક કરી, સાંતળેલા કાજૂ ના ફાડચા અને ચીઝ છીણીને ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે બે-ત્રણ મિનીટ પછી ગેસ બંધ કરી લો. ફરીથી થોડી કસૂરી મેથી ભભરાવી લો.
- 4
હવે તૈયાર સબ્જી પર કેપ્સીકમ નો ટુકડો મૂકી તેમાં ગરમ કરેલો કોલસો મૂકી તેના પર એક ચમચી બટર ઉમેરી ઢાંકણ થી કઢાઈ ને ઢાંકી દો. 5 થી 7 મિનિટ માટે ઢાંકણ ઢાંકી રાખો પછી ચીપિયા ની મદદથી કોલસો અને કેપ્સિકમને કાઢી લો અને તેમાં તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
તૈયાર કરેલ સબ્જી ને ઉપરથી થોડા સાંતળેલા કાજૂ મૂકીને તાજી મલાઈ અને કસુરી મેથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)
#FF1#no_fried#jainrecipe#kofta#dudhi#panjabi_sabji#AM3#CookpadIndia#COOKPADGUJRATI ભારતીય ભોજન માં સબ્જી નું એક અગત્યનું સ્થાન છે. અહીં મેં દુધી નાં કોફતા તળિયા વગર તૈયાર કરેલ છે અને પંજાબી કરી સાથે સર્વ કરેલ છે. જો ઓછા તેલ માં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝી કાજુ કરી (Cheesy Kaju Curry Recipe In Gujarati)
#EB week3ચીઝ : વિટામીન, કેલ્શિયમ, મિનરલ અને પ્રોટીન હોય છે.ચીઝમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ગણું હોય છે.એટલે એ દૃષ્ટિએ પણ ચીઝ ખાવાથી હાડકાંને ફાયદો થાય છે. ચીઝમાં રહેલા કેલ્શિયમને કારણે ઇટાલિયન ચીઝ માર્કેટિંગ ઓથોરિટીએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, જો બાળકને દૂધને બદલે ચીઝ તરફ વાળવામાં આવે તો બાળકનાં કુમળાં હાડકાંને જબરદસ્ત મજબૂતી મળે છે. કાજુ :કાજુની ઉત્પત્તિ બ્રાઝિલ દેશમાં હોવાનું માનવામાં આવે છે. હાલમાં કાજુની વ્યાપારી વાવેતર ભારત સહિતના ઘણા દેશોમાં થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે કાજુ પોર્ટુગીઝ દ્વારા ભારત આવ્યા હતા. તેમાં પ્રોટીન,એનેમિયાહૃદયની તંદુરસ્તી માટે:1કાજુ મોનોસેચ્યુરેટેડ ફેટનો સ્ત્રોત માનવામાં આવે છે 2ત્વચા માટે ફાયદેમંદ:3હાડકાની મજબૂતી માટે:4શરીરની એનર્જી માટે:5બ્લડપ્રેશરનું કરે છે નિયંત્રણ: Varsha Monani -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
ચીઝી કાજુ મસાલા કરી(cheesy kaju masala curry recipe in Gujarati)
#GA4 #week1 #punjabiકાજુ મસાલા કરી આ એક પંજાબી ડિશ છે જે ખૂબ જ રિચ અને ક્રીમી ટેક્સચર્ વાળી હોય છે કાજુ મસાલા કરી એકદમ હળવી તીખી તથા થોડીક સ્વીટ હોય છે તથા તેમાં કાજુ, મગજતરી ના બી તથા ખસખસનો સારો એવો ઉપયોગ થાય છે જેથી આ વાનગી જેટલી ટેસ્ટી બને છે એટલી જ હેલ્ધી પણ બને છે મેં તેને મારી રેસીપી થી બનાવી છે. Vishwa Shah -
જૈન ગ્રેવી (Jain Gravy Recipe In Gujarati)
#Zoom classહોટલ કે રેસ્ટોરન્ટ માં જૈન સબ્જી મંગાવીએ ત્યારે આ ગ્રેવી માં સબ્જી બનેલી હોય છે.. Daxita Shah -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2#Paneerpasanda#paneer#sabji#Punjabi#dinner#stuffed#CookpadIndia#COOKPADGUJRATI પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે. Shweta Shah -
રાજમા રાઈસ જૈન (Rajma Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI Rajma rice કોમ્બિનેશન સરસ લાગે છે અહીં મેં આ બંનેનો ઉપયોગ કરીને એક પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ મસાલેદાર અને સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
જૈન રેડ ગ્રેવી (Jain Red Gravy Recipe In Gujarati)
સંગીતાબેન જૈનના ઝૂમ લાઈવ માં જોડાઈને મેં આ ગ્રેવી બનાવી છે બહુ જ સરસ બને છે એકદમ સ્મૂથ અને બેઝિક ગ્રેવી છે કે જે પંજાબી શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે ગ્રેવી રેડી હોય તો ફટાફટ કોઈપણ સબ્જી તૈયાર થઈ જાય છે થેંક્યુ સો મચ સંગીતાબેન આટલું સરસ લાઈવ પર સમજાવવા માટે અને આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે ખૂબ જ આભાર.... એકતા મેમ, પૂનમ મેમ અને દિશા મેમ એમનો પણ ખુબ ખુબ આભાર અને કુક પેડ ટીમનો પણ ખુબ ખુબ આભાર કે જે આટલું સરસ ઝૂમ પર લાઈવ સેશન ગોઠવવા માટે..... ગ્રેવી એટલે સરસ બને કે લાગે નહિ કે આ જૈન ગ્રેવી છે તેનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે... Ankita Solanki -
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
વોલનટ કોફતા કરી (Walnut Kofta Curry Recipe In Gujarati)(Jain)
#Ff1#nofried#kofta#WALNUTS#COOKPADGUJRATI#COOKPADINDIA#Jain અખરોટ ના બીજ નો આકાર માણસના મગજ ના આકાર જેવો થોડો દેખાય છે આથી જ તેને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે આ અંગે ઘણા સંશોધન પણ થયા છે માણસના મૂડ સ્વિંગ અને હતાશામાંથી બહાર આવવા માટે ઓમેગા 3 ખૂબ જ ઉપયોગી છે જે અખરોટમાં પુષ્કળ પ્રમાણમાં રહેલું છે આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ આ ઉપરાંત તેમાં ફિનોલિક અને સિલિનિયમ જેવા મિનરલ્સ કેન્સરને થતું અટકાવે છે આ ઉપરાંત તેમાં ગુડ ફેટ રહેલું હોવાથી તે કોલેસ્ટ્રોલ અને રક્તવાહિની સ્થિતિસ્થાપકતા સારી રાખે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તમારો રહેલું વિટામિન b7 વાળને મજબૂત બનાવે છે પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી આંતરડાને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે તેમાં રહેલું વિટામિન સી અને વિટામિન પૂરક પૂરતા પ્રમાણમાં હોવાથી તેના નિયમિત સેવન કરવાથી એજિગ ની પ્રક્રિયા ધીમી કરે છે. આ ઉપરાંત આના નિયમિત સેવનથી ડાયાબિટીસ થવાની શક્યતા પણ ઘટાડી શકાય છે. અખરોટમાં આટલા બધા ગુણધર્મો હોવાથી આપણે નિયમિત તેનું સેવન કરવું જોઈએ તથા રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ અહીં મેં નો ઉપયોગ કરીને કોફતા તૈયાર કરેલ છે હું તેની સાથે કરી સેવ કરેલ છે. અખરોટ સાથે મીઠી વાનગી તો ઘણી બનાવતી હોય છે પરંતુ મેં એક મસાલેદાર ડીશ અખરોટની તૈયાર કરે છે. Shweta Shah -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki
More Recipes
ટિપ્પણીઓ (8)