ચટપટી રગડા પેટીસ (Chatpati Ragda Pattice Recipe In Gujarati)
#PS
રગડો વિવિધ સ્વરૂપે મારા ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ પસંદ છે અને કહું તો મોસ્ટ ફેવરિટ ડિશ છે છે રગડા પેટીસ સમોસા રગડો પાવ રગડો કે રગડા પૂરી કોઈપણ રીતે હોય. લસણ ની લાલ ચટણી કોથમીરની ગ્રીન ચટણી ગોળ આમલીની ખાટીમીઠી ચટણી અને ખજુરની ગળી ચટણી એ બધી જ ચટણીઓ સંગમ સાથે મસાલા બી સેવ ડુંગળી અને દાડમના દાણા સાથે ગરમાગરમ રગડા પેટીસ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા અને બટાકાને અલગ-અલગ બાફી લો
- 2
અને તુવેર દાળ ને પણ અલગથી બાફી લો કારણકે રગડા નો વઘાર દાળમાં કરવાનો છે
- 3
બટેટાને છોલી સારી રીતે મેશ કરી તેમાં toast નો ભૂકો મીઠું ગરમ મસાલો ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ઇચ્છાનુસાર આકાર આપી શેકી લો
- 4
હવે રગડો બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તજ લવિંગ બાદિયાન સૂકા લાલ મરચાં તમાલપત્ર આખા ધાણા અને વરીયાળી નાખો
- 5
ત્યારબાદ લીમડાના બે ચાર પાન મૂકી દાળ નો વઘાર કરો અને આ દાળમાં જ મીઠું હળદર લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી ઉકળવા દો અને ત્યારબાદ બાફેલા વટાણા ઉમેરો અને સારી રીતે પકાવો કે જેથી બધો જ મસાલો એક રસ થઇ જાય અને છેલ્લે તેમાં કોથમીર ઉમેરી પીરસો
- 6
એક પ્લેટમાં પેટીસ ના કટકા કરી તેની પર રગડો નાખો અને ચાર ચટણી સ્વાદાનુસાર ઉમેરો ત્યારબાદ મસાલા બી સેવ અને દાડમના દાણા ઉમેરી ગરમાગરમ રગડા પેટીસ પીરસો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)