સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)

#EB
#Week6
સરગવમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે હાડકા મજબૂત કરવામાં મહત્વનું છે. તેથી રોજીંદા ભોજનમાં લેવુ જોઈએ. તેના પાન અને ફૂલોનો પણ ઉપયોગ માં લેવાય છે. આ ઉપરાંત આયુર્વેદ માં સરગવાની ઝાડની છાલ અને મૂળ માથી પણ દવાઓ બનાવવામાં આવે છે. આ રીતે ગુણકારી એવા આ વૃક્ષની ફળ એટલે કે સિંગનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ...

રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ સરગવાની સિંગને ધોઈ, છોલીને સમારી લેવી. ત્યારબાદ તેને ઉછળતા પાણીમાં બાફી લેવી. બટેકા ને પણ છાલ કાઢીને સમારી લેવા.
- 3
હવે વઘાર કરવા માટે કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરવું. તેમાં સમારેલા બટેકા એડ કરવા. સ્વાદ અનુસાર મીઠું એડ કરવું. બટેકા સંતળાઇ જાય એટલે પીસેલું લસણ, મરચું, હળદર, ધાણા પાઉડર એડ કરવું.
- 4
હવે પાણી એડ કરી બટેકા કૂક કરી લેવા. હવે બટેકા એકદમ સરસ ચઢી જાય અને પાણી પણ બળી જાય એટલે બાફેલી સરગવાની શીંગ એડ કરવી. 2-3 મિનિટ ચઢવા દેવી. જેથી બધા મસાલા સિંગમા મિક્સ થઈ જાય. સરગવાની સિંગનુ શાક તૈયાર છે. ગરમાગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)