કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 1 કપકાજુ
  2. 8-10 નંગકાજુ
  3. 1 ચમચીખસખસ
  4. 1 ચમચીમગજતરીના બી
  5. 1 નંગકાંદો
  6. 1 નંગટામેટા
  7. 8-10લસણ ની કળી
  8. 1 ટુકડોઆદુ
  9. 2 નંગલીલા મરચા
  10. 1તમાલપત્ર
  11. 1જાવંત્રી, એલચો, તજ,બાદીયા નું ફૂલ
  12. 3 નંગલવિંગ
  13. 4-5 નંગમરી
  14. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  15. 2 ચમચીધાણાજીરું પાઉડર
  16. 1/4 ચમચીહળદર
  17. 1/4 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીવરિયાળી
  19. 1 ચમચીખાંડ
  20. મીઠુ સ્વાદ મુજબ
  21. 2 ચમચીઘી
  22. 2 ચમચીતેલ
  23. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ ૮થી ૧૦ કાજૂ, ખસખસ અને મગજતરી ના બી ને સહેજ ગરમ પાણીમાં 30 મિનિટ માટે પલાળી દેવા.

  2. 2

    કાંદા, ટામેટા,મરચા અને આદુ ને સમારી લેવા. લસણની કળીને ફોલી લેવી. એક તવી માં ઘી ગરમ કરી ધીમા તાપે કાજુ ને તળી લેવા.

  3. 3

    હવે કાજુ તળેલી તવીમાં બધા ખડા મસાલા નાખી સાંતળવા. પછી તેમાં કાદાં નાંખી સાંતળવા. કાદાં લાઈટ ગુલાબી થાય એટલે તેમાં આદુ લસણ અને મરચાની ઉમેરવા. 1 મિનિટ પછી તેમાં ટામેટા અને સહેજ મીઠુ ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ગેસ પર રહેવા દેવું. પછી તેને બીજી ડિશમાં કાઢી ઠંડુ થવા દેવું.

  4. 4

    કાંદા ટામેટા નું મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેને મિક્સર બાઉલમાં લઈ સાથે બધા સુકા મસાલા અને કાજુ, મગજતરી ના બી અને ખસખસ વાળુ પાણી ઉમેરી બારીક પેસ્ટ બનાવી લેવી.

  5. 5

    હવે તે જ તવી માં બટર ગરમ કરી તેમાં મિક્સરમાં વાટેલી પેસ્ટ ઉમેરવી. અને પછી તેને સાંતળવી સહેજ તેલ છૂટું પડે એટલે તેમાં મિક્સરમાં સહેજ પાણી નાખી હલાવી લેવું અને તે પાણી ઉમેરવું. પછી તેમાં કાજુ અને કસૂરી મેથી ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. સાથે ખાંડ પણ ઉમેરી દેવી. અને જો મીઠું ઓછું હોય તો તે પણ ઉમેરી દેવું અને તેને દસ મિનિટ માટે ગ્રેવી ને ઉકળવા દેવી.

  6. 6

    10 મિનીટ પછી ગેસ બંધ કરી તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (18)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
Interesting Idea... Hmmmm.... Yummy and tasty! I shall definitely try this... Thanks a lot for Super Nutritious Idea ! 👏👏👏😋😋😋😄😄😄🙏🙏🙏

Similar Recipes