દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)
સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...
આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને 1 કલાક માટે પલાળી રાખો. પછી એક કૂકર માં દાળ ઉમેરી એમાં મીઠું અને હળદર તથા જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો.
- 2
એક કઢાઈ માં તેલ માં જીરું ઉમેરી એમાં લીલા મરચાં તથા ટામેટું સાંતળી લો. પછી એમાં સૂકા મસાલા ઉમેરો. બાફેલી દાળ ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરી થોડી વાર કુક કરી લો. દાળ તૈયાર છે.
- 3
પકવાન માટે ઘઉં નો લોટ, મેંદો, સોજી માં મીઠું, અજમો તથા તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો. મોટા લુઆ કરી પૂરી વણી એમાં ફોક થી કાણા પાડી દો જેથી પૂરી ફૂલે નહિ. પૂરી ને તેલ મા મધ્યમ આંચ પર તળી લો. પકવાન તૈયાર છે.
- 4
સર્વ કરવા માટે એક મોટા બાઉલમાં દાળ કાઢી એમાં ઉપર તેલ અને લાલ મરચા નો વઘાર રેડી એની ઉપર આમલી ની ચટણી અથવા આમચૂર પાવડર નો ઘોલ, કાંદા, સેવ અને કોથમીર ભભરાવી પકવાન સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)