બટાકા -ટામેટા ની રસીલી શાક (Potato Tomato Shak Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

ઢાબા પર કે રેલ્વે પ્લેટ પર બનતી રેગુલર શાક છે. ઓછા મસાલા ફિર ભી ગજબ ની ટેસ્ટી શાક શ્રમિકો અને યાત્રિયો ને ખાવા માટે આર્કષિત કરે છે . સાત્વિક,સ્વાદિષ્ટ, અને સોડમ વાલી કિફાયતી શાક એમની ભૂખ પણ સંતોષે છે. ત્રિકોળ આકાર ના પરાઠા અથવા ઘંઉ ના લોટ ની પૂરી થી મજા માળે છે,તો જોઈયે બટાકા ની રસીલી શાક બનાવાની રીત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
4,5 સર્વીગ
  1. 5,6મીડીયમ સાઈસ ના બાફેલા બટાકા
  2. 2 નંગમોટા લાલ ટામેટા
  3. 1/4 ચમચીહળદરપાઉડર
  4. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  5. 1/2 ચમચીગરમ મસાલા (ઓપ્સનલ)
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. કોથમીર જરુરત પ્રમાણે
  8. 3 ચમચીતેલ
  9. 1/4 ચમચીજીરા વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    પૂર્વ તૈયારી઼.. બટાકા ને કુકર મા બાફી લેવાના અને ટામેટા ને ઝીણા ઝીણા પીસ કાપી લેવાના(ઢાબા પર,પ્લેટફાર્મ ની લારીયો પર બટાકા બાફી ને તૈયાર રાખે છે)

  2. 2

    બાફેલા બટાકા ને છોળી ને હાથે થી ફોડી લેવાના છે. છરી થી કાપવાના નથી (આ શાક ની વિશેષતા છે બાફી ને બટાકા ફોડે છે)

  3. 3

    હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ટામેટા નાખી ને કુક કરી લેવાના ટામેટા સોફટ થઈ કુક થાય મીઠુ,મરચુ,હળદરનાખી ને મિક્સ કરો ફોડી ને બટાકા ના માવા મિક્સ કરો તેલ છુટટૂ પડે 2 ગિલાસ પાણી નાખી દો અને ઉકળવા દો

  4. 4

    5મીનીટ ઉકળયા પછી રસો મસાલા એકબીજા સાથે મિક્સ થઈ જાય છે બટાકા મોટા પીસ મા ફોડવાના હોય છે જેથી શાક મા બટાકા પણ દેખાય અને રસો પણ સહેજ ગાઢો થાય બસ ગરમ મસાલા નાખી ને કોથમીર એડ કરો ગરમાગરમ પરાઠા,પૂરી સાથે સર્વ થાય છે..નોઘં..સ્ટેશન પર બટાકા ની રસીલી શાક પરાઠા અથવા પૂરી. ની બૂમ (કોલાહલ)યાત્રિયો શ્રમિકો ના મન મોહી લે છે. તૈયાર છે સસ્તી,સારી સ્વાદિષ્ટ,"બટાકા ની રસીલી શાક.."

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes