ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

#MRC
વરસાદની ઋતુમાં ગરમ ગરમ અને ચટાકેદાર વાનગીઓ ખાવાની મજા આવે છે. નાના મોટા સૌને ભાવે એવી આ રેસીપી થોડી પૂર્વતૈયારી હોય તો ઝડપથી બને છે. અને વરસતા વરસાદનો આનંદ પણ લઈ શકાય છે. તો તમે પણ ચોકક્સ બનાવજો લસણિયા ભૂંગળા બટેકા...

રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ ખારીશીંગ ની ફોતરાં કાઢીને મિકસચર માં પીસી લેવી. તેને એક નાના બાઉલમાં કાઢી લેવી. હવે મિકસચર જારમાં પેસ્ટ માટેની બધી સામગ્રી લઈ પીસી લેવી, તેમાં અગાઉ પીસેલી ખારીશિંગ એડ કરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવી.
- 3
ભૂંગળા ને તળી લેવા અથવા ઓવનમાં ડ્રાય રોસ્ટ કરી લેવા. મે અહીં તળેલા ભૂંગળા લીધા છે.
- 4
બટેકા ને બાફી લેવા. એકદમ ઠંડા કરવા, પછી છાલ કાઢી લેવી. વઘાર કરવા માટે પેનમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે ચપટી હીંગ નો વઘાર કરવું. તૈયાર કરેલી પેસ્ટ એડ કરી થોડું પાણી એડ કરવું. પેસ્ટ ને સાતળી લેવી.
- 5
હવે બાફેલા બટાકા એડ કરી મિક્સ કરવું.
- 6
કોથમીર અને લીંબુનો રસ નાખી ભૂંગળા સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)