ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ ભાખરી બનાવવા માટે એક વાસણમાં ઘઉં નો લોટ, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, શેકેલું જીરું પાઉડર, તલ એડ કરી તેલનું મોણ એડ કરવું, બરાબર મસળીને મિક્સ કરવું.જરુર મુજબ પાણી વડે કઠણ લોટ બાંધવો. તેમાથી રોટલી ની સાઈઝની ભાખરી વણી લેવી.
- 3
હવે ભાખરી ને મિડીયમ ફલૅમ પર બન્ને બાજુ શેકી લેવી.
- 4
હવે ભાખરી પર લસણની ચટણી લગાવવી. હવે તેના પર પીઝા સોસ પાથરવું. ત્યારબાદ તેના પર છીણેલું ચીઝ, સલાડ, ઓરેગાનો અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરવું
- 5
હવે ગેસની ફલૅમ ધીમી કરી ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરવું.
- 6
તૈયાર થઈ જાય એટલે કટ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15360610



















ટિપ્પણીઓ (16)