ઈદડા (Idada Recipe In Gujarati)

#MRC
ચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.
જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે.
ઈદડા (Idada Recipe In Gujarati)
#MRC
ચોખા અને અડદની દાળ ઉમેરીને બનતા આ સફેદ ઈદડા બાળકોને ખૂબ પ્રિય હોય છે અને પચવામાં પણ સરળ છે.
જે સવારના સમયે નાસ્તા માટે અથવા સાંજના સમયે નાનકડી ભૂખ લાગે ત્યારે બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
🔸સૌપ્રથમ દાળ અને ચોખાને અલગ અલગ વાસણમાં 5 થી 7 કલાક સુધી પલાળી રાખો.
🔸ત્યારબાદ બે વખત ધોઈ મિક્સર જારમાં દહીં ઉમેરીને કરકરુ વાટી લો.
🔸હવે ખીરુંને આથો લાવવા માટે ઢાંકીને 5 થી 7 કલાક સુધી રાખી મુકો. - 2
🔸હવે ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકવું. ખીરું માં આદું મરચાં ની પેસ્ટ મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે ઈદડા માટેની થાળી ગ્રીસ કરી લો.🔸ખીરું માં ઈનો ઉમેરી બરાબર હલાવી થાળીમાં ખીરું પાથરી દો.
🔸જરૂર પ્રમાણે તલ, કોથમીર અને મરી પાઉડર છાંટી 10 થી 12 મિનિટ માટે ઢોકળીયામા ઢાંકીને મૂકી દો.
- 3
🔸હવે ગેસ બંધ કરી 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચપ્પુ વડે કાપા કરી લો.
🔸વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરીને ગેસ બંધ કરી 1 થી 2 ચમચી પાણી ઉમેરી તૈયાર થયેલા ઈદડા ઉપર વઘાર રેડી દો.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ (3)