ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાં ને બાફી એ ઠંડા થઈ જાય પછી એને ખમણી માં ખમણી લેવા. એનાથી પેટીસ નું પડ સરસ રીતે વાડી શકાય છે.
- 2
હવે એમાંથી 1 વાટકી માવો જુદો રાખી દો. અને બીજા માવો ઠંડો થાય પછી એમાં તપખીર નો લોટ, 1 પરી તેલ, 1 ચમચી મીઠું ઉમેરો બધું મિક્સ કરો જો માવો હજુ ઢીલો લાગતો હોય તો તમે થોડો વધારે તપખીરનો લોટ ઉમેરી શકો છો. મીન્સ એ પિંડા જેવું થઈ જવું જોઇએ. બહુ કડક પણ નહીં. તેનાં પર તેલ લગાવી રાખી દો.
- 3
હવે એક બાઉલમાં સિંગદાણાનો ભૂકો, નાળિયેરનું ખમણ, અને બટેટાનો માવો, ખાંડ, મીઠું, મરચા પાઉડર, લીંબુનો રસ, ગરમ મસાલો, તેલ, કોથમીર નાખી મિશ્રણને સારી રીતે મિક્સ કરો. અને નાની નાની ગોળી બધી વારી લેવી. આવી રીતે થોડો બટેટાનો માવો ઉમેરવાથી એની ગોળી સારી રીતે વડી જાય છે.
- 4
હવે તેલ વારો હાથ કરીને પેલો બટેટાનો માવો લઈ ને તેમાંથી નાની નાની હાથ વડે ઠેપલી કરો અને પેલી મસાલા વારી ગોળી આની અંદર રાખી ને ચારેય બાજુથી બટેટાના માવાને ગોળ ગોળ વાળી લેવું.
- 5
ત્યાર બાદ એક ડિશમાં માં તપખિરનો લોટ રાખી એમાં આ વડી ને આખી લોટ વારી કરવી. વડીની ચારેય બાજુ થી લોટ હસે એટલે તરતી વખતે પેટીસ છૂટસે નહીં.
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. એ થાય પછી સ્લો ટુ મીડિયમ ગેસ પર પેટીસ ને ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તરવી. અને પછી ડિશમાં કાઢી લો. તો તૈયાર છે આપણી ફરાળી પેટીસ. ખજૂર ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (5)