પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક કઢાઈમાં તેલ મૂકી જીરાનો વઘાર કરી પછી તેમાં તાજ તમાલ પત્ર લવિંગ ઈલાયચી આખુ લાલ મરચું સાંતળવું પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી અને આદુલસણની પેસ્ટ કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો હળદર જીરુ પાઉડર નાખી 2 મિનિટ સાંતળો
- 2
હવે તેલ છૂટું પડે એટલે ટોમેટો પ્યુરી એડ કરો અને તેને ધીમા તાપે પાંચ મિનિટ રાખી પછી તેમાં કાજુની પેસ્ટ કસૂરી મેથી અને થોડું ગરમ પાણી રેડી પાંચ મિનિટ ચડવા દો પછી તેમાં પનીર છીણેલુ અને પનીરના ટુકડા એડ કરી હલાવી દેવું
- 3
હવે કોલસાને ગરમ કરો અને પનીર ની સબ્જી માં એક વાટકી કે ડીશ મૂકી તેમાં કોલસો ગરમ કરેલું હોય તે મૂકી દેવું તેમાં ઘી અને હિંગ નાખી પછી તરત જ પનીરની સબ્જી ને ઢાંકી દેવું એટલે તેની ખૂબ જ સરસ સુગંધ અંદર સબ્જી માં મિક્સ થઈ જાય
- 4
તો તૈયાર છે પનીર અંગારા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15376479





ટિપ્પણીઓ