વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરી એમાં મીઠું નાખી ને એમાં એક ચમચી તેલ નાખી ને લોટ બાંધવો.
- 2
લોટ બાંધી ને થોડીવાર રેસ્ટ કરવા મૂકવો.
- 3
ત્યાર બાદ સ્ટફિંગ તૈયાર કરવું એના માટે ડુંગળી, કોબીજ, કેપ્સીકમ, ગાજર બધુ ગ્રેટ કરી લેવું.
- 4
ત્યારબાદ એક પેન માં ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં કોબીજ, કેપ્સીકમ, ગાજર, ડુંગળી બધુ નાખી ને બરાબર મિક્સ કરવું. પછી તેમાં સોયા સોસ, ચિલિસોસ, ટોમેટો સોસ, નાખવો પછી તેમાં જરૂર મુજબ મીઠું, મરી નાખવા.
- 5
બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે થોડીવાર થવા દેવું થોડું અધકચરું રે એવું રાખવું
- 6
સ્ટફિંગ તૈયાર થઈ જાય એટલે બાંધેલા લોટ માંથી મોટી રોટલી વણવી અધકચરી તવી ઉપર શેકવી. પછી તેમાં સ્ટફિંગ ભરી ને મેંદા ની પાતળી પેસ્ટ તૈયાર કરી ને રોટલી માં બધી બાજુ લગાડવી પછી રોલ વાળી ને ગરમ તેલ માં આખો રોલ તળી લેવો.
- 7
પહેલા રોલ ને અધકચરો તળી ને કાઢી લેવો પછી ફરી વાર તેલ માં તળવું. જેથી સ્પ્રિંગ રોલ ક્રિસ્પી બને. સ્પ્રિંગ રોલ તળાઈ જાય એટલે એના ક્રોસ માં પીસ કરવા.
- 8
સ્પ્રિંગ રોલ સોસ સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ