બફવડા (Bafvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તાસ મા બાફેલા બટાકાને છીણી લો.પછી ઉપરની સામગ્રીમાંથી તેલ અને ફરાળી લોટ શિવાય બધી જ સામગ્રી મિક્સ કરી લો અને તેના નાના નાના ગોળા વાળી લો
- 2
હવે ફરાળી લોટમાં થોડુંક મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 3
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે બનાવેલા નાના ગોળા ફરાળી લોટ માં ડુબાડીને ગરમ તેલમાં એકવાર તળી લો અને ટીશ્યુ પેપર કાઢીને મૂકો
- 4
હવે એકવાર તળા એલા બફ વડા ને ફરીથી એકવાર ગરમ તેલમાં તળી લો આનાથી તેનો કલર ખુબ જ સરસ આવશે અને ઉપરનું પડ પણ સરસ ક્રિસ્પી બનશે તૈયાર છે આપણા ફરાળી બફ વડા......
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15415099




ટિપ્પણીઓ (2)