ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)

#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
પોસ્ટ-2
આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણમાં બન્ને લોટ મિક્સ કરો...તેમાં મુઠ્ઠી પડતું મ્હોણ ઉમેરો...હાથે થી મિક્સ કરી ને મિશ્રણ માં હુંફાળું ગરમ પાણી ઉનેરી ભાખરી જેવો કઠણ લોટ બાંધો..15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે ગોળ તેમજ ઘી....કાજુ...કિસમીસ...જાયફળ પાવડર...ખસખસ....બધી સામગ્રી તૈયાર કરો....
- 3
બાંધેલા લોટના હળવા હાથે મુઠીયા વાળી ગેસ પર તળવા માટે ઘી ગરમ કરવા મુકો....એક એક કરીને મુઠીયા સ્લો ફ્લેમ પર લાલ બદામી એવા તળી લો.
- 4
બધા મુઠીયા તળાઈ ને ઠંડા પડે એટલે હાથે થી નાના ટુકડા કરી ને એક મિક્સર જારમાં કકરું ક્રશ કરીને મોટા ચારણા થી ચાળી લો.
- 5
હવે તેમાં જોઈતા પ્રમાણમાં ઘી તેમજ સમારેલો ગોળ તેમજ જાયફળ પાવડર...કાજુના ટુકડા અને કિસમીસ ઉમેરીને મિક્સ કરી મનપસંદ સાઈઝના લાડુ વાળી લો...ખસખસ લગાવી ને સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)