મહારાષ્ટ્રીયન પીઠલ ભાખરી (Pithla Bhakri Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

મસાલેદાર પીઠલ અને જુવારનાં રોટલાં મોટાભાગના મહારાષ્ટ્રીયન પરિવારો માટે આરામદાયક ભોજન છે અને ખાસ કરીને પુનામાં સિંહગઢનાં ખાણીપીણી બજારની આ લોકપ્રિય વાનગી છે. પીઠલ એક પરંપરાગત મહારાષ્ટ્રીયન રેસીપી છે. જે બેસન, આદુ-લસણ-લીલા-મરચાં અને ડુંગળી સાથે બનાવવામાં આવે છે. આને ગરમા ગરમ જુવારનાં રોટલા સાથે ખવાય છે. ઘરમાં જ્યારે કોઈ પણ શાક ના હોય ત્યારે તમે આ વાનગી બનાવી શકો છો. ખૂબ જ ઓછા સમયમાં બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે.

#maharashtrianplatter
#pithalbhakri
#pithal
#bhakhri
#juvarrotla
#besan
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. પીઠલ બનાવવા માટે♈
  2. ૧ કપ બેસન
  3. ૩ કપ પાણી
  4. ૧ નંગ ડુંગળી
  5. ૩ લીલા મરચાં
  6. ૪-૫ કળી લસણ
  7. ૧ ટુકડો આદું
  8. ૪-૫ મીઠા લીમડાના પાન
  9. ૧ ચમચી રાઈ
  10. ૧ ચમચી જીરું
  11. ૧/૪ ચમચી હીંગ
  12. ૧/૨ ચમચી હળદર
  13. ૧/૨ કપ કોથમીર
  14. ૩ ચમચી તેલ
  15. સ્વાદનુસાર મીઠું
  16. જુવાર ભાખરી બનાવવા માટે♈
  17. https://cookpad.wasmer.app/in-gu/recipes/15267808

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, પાણી અને મીઠું ઉમેરો. હવે, ગાંઠો ન રહે એમ સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ ખલમાં લીલાંમરચાં, આદું અને લસણને વાટી લો. ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ અને જીરું ઉમેરી તતડે ત્યારબાદ તેમાં લીમડો અને ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાંસુધી સાંતળી લો. પછી હીંગ, હળદર અને લીલાં મરચાં- આદું -લસણની પેસ્ટ ઉમેરી ૨ મિનીટ સાંતળી ૧ કપ પાણી ઉમેરી ઉકળવા દો.

  4. 4

    ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી રાખી તેમાં ચણાના લોટનું મિશ્રણ ઉમેરો અને હલાવતા જાવ, મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેને ઢાંકીને ૫ થી ૭ મિનીટ માટે ચડવા દો. હવે, તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દો.

  5. 5

    તો પીઠલું તૈયાર છે, ગરમા ગરમ જુવારનાં રોટલાં, સૂકી લસણની ચટણી, ડુંગળી અને છાશ સાથે સર્વ કરો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes