પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Rita Vaghela @aarvi55
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈ છોલી અને નાના ટુકડા કરવા. ડુંગળીને પણ નાના ટુકડામાં સમારી લેવી. કડાઈમાં તેલ મૂકી તેલ સારી રીતે ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ જીરું ઉમેરવું. રાઈ જીરુ તતડે એટલે મીઠા લીમડાના પાન, સૂકું મરચું, હિંગ અને હળદર નાખીને ડુંગળી બટાકા નો વઘાર કરવો. મીઠું નાખી અને તેને ઢાંકી અને ચડવા દેવું.
- 2
ત્યારબાદ પૌંવાને ચાળણીમાં ચાળી અને સારી રીતે સાફ કરી અને તેમાં થોડું પાણી નાખી તેને ધોઈ અને નીતરવા મૂકી દેવા. ડુંગળી બટાકા ચડી ગયા પછી તેમાં બધો મસાલો નાખી અને સારી રીતે નીતરી ગયેલા પૌવા તેમાં નાખી. અને હળવા હાથે હલાવવું બધું સારી રીતે મિક્સ થઇ ગયા બાદ ઢાંકી અને એકાદ મિનિટ જેવું રહેવા દેવું પછી તેમાં બારીક સમારેલા લીલા મરચાં અને કોથમીર સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ ડુંગળીયું (Kathiyawadi Dhaba Style Dungariyu Recipe In Gujarati)
- કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15500246



ટિપ્પણીઓ