મલ્ટી ગ્રેઇન ચૂરમા ના લાડુ (Multi Grain Churma Ladoo Recipe In Gujarati)

#GCR ગણેશ ચતુર્થી ની શુભેચ્છા 🙏🙏
આજે મે આપણી ટ્રેડિશલ સ્વીટ ચૂરમાંના લાડુ ઘઉં ના લોટ સાથે સાથે બીજા લોટ ઉમેરી મલ્ટી ગ્રેઇન ચૂરમા ના લાડુ બનાવેલ છે જે સ્વાદ ખૂબ જ અનેરો આવે છે તો તમે બધા જરૂર થી આ રેસીપી ટ્રાય કરજો....

રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બધા લોટ લઇ મુઠ્ઠી પડતું તેલ મોણ ઉમેરી નવશેકા પાણી વડે કડક લોટ બાંધો.
- 2
તેમાં થી મુઠિયા વાળી તેલ માં ગુલાબી શેકી લો.હવે તેને થોડા ઠંડા કરી ઘઉં ની ચારણી ની ચાળી લેવું લો ત્યારબાદ છે મિશ્રણ વધે તેને મિક્સર માં ક્શ કરી લો.( પહેલાં ઘઉં ના ચારણી થી ચાળી લેવાથી લાડુ મસ્ત કરકરા થશે / ચીકણા નહી થશે
- 3
હવે પેન માં 2 ચમચી ઘી લઇ તેમાં કાજુ ને ગુલાબી શેકી લો અલગ રાખી દો. ત્યાર બાદ બાકી નું ઘી ઉમેરી ઘી ગરમ થાય ત્યાબાદ તેમાં ગોળ ઉમેરો
- 4
હવે ગોળ ઓગળે એટલે તેને કિશમિશ નાખો ત્યારબાદ ગોળ નો પાયો તરત જ ચુરમા માં ઉમેરી તેમાં જાયફળ ઉમેરી મિક્સ કરી તેના લાડુ વાળી લો.
- 5
લાડુ ઉપર ખસખસ લગાવી ઉપર શેકેલું કાજુ દબાવી ને લગાવો.
તેયાર છે ખૂબ જ ટેસ્ટી નવી સામગ્રી સાથે આપણી ટ્રેડિશન સ્વીટ..... ચૂરમા ના લાડુ
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ભરેલા રીંગણ બટાકા નું શાક કુકર મા (Bharela Ringan Bataka Shak In Cooker Recipe In Gujarati)
- કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (3)