મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

#TT3
અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3
અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં લીમડાના પાન ચણાની દાળ કાંદા અડદની દાળ લસણ લાલ મરચું સંભાર મસાલો મીઠું નાખી પાંચ મિનિટ માટે સાંતળો ત્યારબાદ થોડું ઠંડુ થાય પછી તેની પેસ્ટ બનાવી લો
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી અડદની દાળ બે મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં beetroot હળદર મીઠું બાફેલા બટાકા સ્વાદ મુજબ મીઠું નાંખી મસાલો બનાવી લો
- 3
ત્યારબાદ નોનસ્ટિક તવી ગરમ કરી તેલ પાણીનું પોતું ફેરવી દો ત્યારબાદ તેમાં ઢોસા નુ ખીરુ પાથરી ઉપરથી એક ચમચી બટર લગાવી સ્પ્રેડ કરો ત્યારબાદ તેના પર બનાવેલી ચટણી સ્પ્રેડ કરો બનાવેલું બટાકાનો મસાલો સ્પ્રેડ કરી ઉપરથી કોથમીર ભભરાવો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ તેનો રોલ વાળી લો
- 4
ત્યારબાદ તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈને કોકોનટ ચટણી સાથે સર્વ કરો ખૂબ જ ટેસ્ટી રેસીપી છે
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (16)