સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)

કાલાજામુન નામ પ્રમાણે જ ખૂબ જ ડાર્ક કલરના બનતા હોય છે ગુલાબજામુનથી થોડાક અલગ. બનાવવાની રીતમાં માવા-પનીરનો વધારે યુઝ થાય છે. અને મુખ્ય ફરક બન્નેની ચાસણીમાં હોય છે. ગુલાબજામુનની ચાસણી કાચી અડધા તારથી ઓછાની બને છે. અને જામુન પીરસાય ત્યાં સુધી ચાસણીમાં જ રખાય છે તો વધારે રસદાર હોય છે.
જ્યારે કાલાજામુન ની ચાસણી એક તારની પાકી બને છે. અને ચાસણી શોષાય તેટલો જ સમય જામુન ને ચાસણીમાં રાખી કાઢી લેવામાં આવે છે. તો કાલાજામુન થોડાક ડ્રાય પણ ખૂબ જ સ્વાદિષ્ટ માવેદાર હોય છે. ચાસણી માપસરની હોવાથી માવાનો વધારે સરસ ટેસ્ટ આવે છે. સાથે ઉપરનું પડ વધારે શેકાયેલું હોય છે તેનો પણ અલગ સ્વાદ ઉમેરાય છે.
મને પર્સનલી ગુલાબજામુન કરતા કાલાજામુન વધારે પસંદ છે. બસ ચાસણીનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બનાવવા બહુ જ આસાન છે.
સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)
કાલાજામુન નામ પ્રમાણે જ ખૂબ જ ડાર્ક કલરના બનતા હોય છે ગુલાબજામુનથી થોડાક અલગ. બનાવવાની રીતમાં માવા-પનીરનો વધારે યુઝ થાય છે. અને મુખ્ય ફરક બન્નેની ચાસણીમાં હોય છે. ગુલાબજામુનની ચાસણી કાચી અડધા તારથી ઓછાની બને છે. અને જામુન પીરસાય ત્યાં સુધી ચાસણીમાં જ રખાય છે તો વધારે રસદાર હોય છે.
જ્યારે કાલાજામુન ની ચાસણી એક તારની પાકી બને છે. અને ચાસણી શોષાય તેટલો જ સમય જામુન ને ચાસણીમાં રાખી કાઢી લેવામાં આવે છે. તો કાલાજામુન થોડાક ડ્રાય પણ ખૂબ જ સ્વાદિષ્ટ માવેદાર હોય છે. ચાસણી માપસરની હોવાથી માવાનો વધારે સરસ ટેસ્ટ આવે છે. સાથે ઉપરનું પડ વધારે શેકાયેલું હોય છે તેનો પણ અલગ સ્વાદ ઉમેરાય છે.
મને પર્સનલી ગુલાબજામુન કરતા કાલાજામુન વધારે પસંદ છે. બસ ચાસણીનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બનાવવા બહુ જ આસાન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચાસણી બનાવીશું. તે માટે એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ મૂકવું. બધી ખાંડ ઓગળીને ઊકળે તે પછી 4-5 મિનિટ ઉકાળવી. એક તારની ચાસણી બનાવવાની છે. થવા આવે ત્યારે તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો. તેને ગેસ પરથી ઉતારી બાજુમાં રાખવી.
- 2
મેં અહીં દૂધમાંથી તાજુ પનીર બનાવી વાપર્યું છે. તે માટે દૂધને ગરમ મૂકી ઉભરો આવે એટલે ગેસ બંધ કરી 2-3 મિનિટ ઠંડું થવા દેવું. ગાળેલા લીંબુના રસમાં તેટલું બીજું પાણી ઉમેરી તેને 1-1 ચમચી દૂધમાં ઉમેરતા જઇ હલાવતા જવું. પનીર અને પાણી અલગ પડે ત્યાં સુધી કરવું. પછી તરત જ પનીરને કપડાં માં લઇ પાણી ગાળી લઇ 1-2 વાર ઠંડા પાણીથી ધોઇ લેવું. બને તેટલું પાણી કાઢી લેવું. એક પ્લેટમાં માવો અને પનીર મસળીને લેવું. 125-150 ગ્રામ જેટલું પનીર બનશે.
- 3
કાજુ અને બદામને શેકીને ઝીણા ટુકડા માં સમારી લેવા.
- 4
માવા-પનીરના મિશ્રણમાં મેંદો, સોજી, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી હાથથી મસળવું. કડક પડે તો બહુ જ થોડું દૂધ ઉમેરવું. ઢીલું પડે તો 1-1 ચમચી કરીને મેંદો ઉમેરવો.મારે આ માપથી પરફેક્ટ લોટ બંધાયો હતો. લોટના 4 ભાગ કરી એક ભાગ અલગ લેવો. દળેલી ખાંડ થી પડ સારી રીતે કડક અને ડાર્ક બનશે.
- 5
કાઢેલા ચોથા ભાગમાં કેસરી કલર અને ચોપ ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી લેવું.
- 6
આ કેસરી ભાગમાંથી 25-30 નાના બોલ્સ બનાવવા. બાકીના લોટના તેટલા જ ભાગ કરી દરેક ભાગમાં કેસરી બોલ સ્ટફ્ડ કરી ગોળા બનાવવા.
- 7
બધા ગોળા ને આ રીતે વાળી લેવા. હવે ઘી કે તેલ ગરમ મૂકવું. એકદમ ધીમા તાપે લગભગ કાળા થાય ત્યાં સુધી આ ગોળાને તળવા.
- 8
જે ગોળા તળાય તેને કાઢીને 2-3 મિનિટમાં ચાસણીમાં ઉમેરતા જવું. બધા કાલાજામુન ચાસણીમાં ઉમેરી 3-4 કલાક માટે રાખવા. જો પ્રોપર ચાસણી બની હશે તો જામુનમાં પરફેક્ટ ઉતરી જશે.
- 9
પછી બધા જામુનને ગરણીમાં લઇ ચાસણી કાઢી લેવી. 1/2 કલાક એમ જ ગરણીમાં રાખવા. પછી કોપરાના છીણમાં રગદોળવા.
- 10
કાલાજામુન તૈયાર છે. તેને ફ્રીઝમાં 6-7 દિવસ સુધી રાખી શકાય છે.
Similar Recipes
-
કોપરાપાક (Koprapak recipe in Gujarati)
#mr#LOથોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે.. Palak Sheth -
ઇન્સ્ટન્ટ રોઝ જલેબી (Instant Rose Jalebi recipe in Gujarati)
#RC3#redrecipeજલેબી કોને ના ભાવે? આપણા ભારત દેશની નેશનલ મિઠાઇ એટલે જ કદાચ કહેવાય છે. પણ જો ઇતિહાસ માં ડોકિયું કરીએ તો જલેબી મૂળ રીતે ભારત દેશમાં નથી ઉદ્દભવી. ઇરાન દેશમાં ઝોલાબિયા તરીકે ઓળખાતી અને ઇફ્તારમાં રમઝાન વખતે ખાસ બનતી. ત્યાંથી બીજે બધે એ ખ્યાતનામ થઇ. અને મુગલો સાથે ભારતમાં પ્રવેશી.અને પછી અહીં સ્વાદરસિયાઓમાં પ્રખ્યાત થઇ.જલેબી એમ જ ખાઇએ તો પણ સ્વાદિષ્ટ લાગે. સમોસા, કચોરી, ફાફડા, ગાંઠિયા,ઊંધીયું વગેરે વગેરે ફરસાણ સાથે પણ જબરી જામે...પણ.....તેના અસલી સ્વાદની મજા તો રબડી સાથે જ આવે. ગજબની મીઠાશમાં મીઠાશ ભળે. તો આજે મેં સાથે રોઝ રબડી પણ બનાવી...મારા દિકરાને એકલી જલેબી બહુ મીઠી લાગે અને ઓછી પસંદ છે. પણ મારી બનાવેલી જલેબી તેણે રબડી સાથે ટેસ્ટ કરી અને બન્ને સાથે બહુ પસંદ આવ્યા. અને સારી એવી ખાધી...જલેબી ઘણી બધી રીતે બનતી હોય છે. જેમાંથી મેં આજે મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવી છે. ખીરામાં આથો ના આવેલો હોય તો ફક્ત સહેજ ખટાશવાળા સ્વાદનો ફરક પડે. બાકી ઇન્સ્ટન્ટ જલેબી એટલી જ ટેસ્ટી, ક્રિસ્પી અને પરફેક્ટ બને છે. Palak Sheth -
કાલાજામ (Kala Jam recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા આપણે અલગ અલગ જાતની મીઠાઈઓ બનાવીએ છીએ આજે મેં કાલા જામ બનાવ્યા છે તેને કાલા જામુન પણ કહેવાય છે તે જાંબુનો જ એક પ્રકાર છે ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે હું કાલે જામ ની રેસીપી તમારી સાથે શેર કરીશ Nisha -
સ્ટફ્ડ કાલા જામુન (Stuffed Kala jamun recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 9 Payal Mehta -
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week_3#cookpad_gu#cookpadindiaમેં આજે બનાવ્યા કાળા જામુન. એના સ્ટફિંગ માં મેં ઓરેન્જ કલર ની જગ્યા એ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. એને ચાંદી ની વર્ક અને પીસ્તા ની કતરણ થી સજાવ્યા છે.કાળા જામુન એ એક સૌથી લોકપ્રિય ભારતીય મીઠાઈ છે અને તે ગુલાબ જામુન નું કઝીન છે.કાળા જામુન જે દૂધના ઘનથી બને છે. આ તળેલા દડાને ઇલાયચી અને કેશરની સુગંધવાળી ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ઉત્સવની સારવાર છે.માવા (સૂકા દૂધના ઘન) વડે બનાવેલા ઉત્તમ નમૂનાના કાળા જામુન.ગુલાબ જામુનથી તે કેવી રીતે જુદા છે. બંને મીઠાઈઓ આવશ્યકરૂપે સમાન હોય છે, મુખ્ય તફાવત રંગમાં રહેલો છે. ગુલાબ જામુનો કરતાં કાલા જામુન્સ લાંબા સમય સુધી તળેલા હોય છે તેથી તે તેમને રંગમાં ઘાટા બનાવે છે.કાળા = કાળા તેથી લાંબા સમય સુધી તળવાના કારણે તેઓનો કાળો રંગ હોય છે, તેઓ કાલા જામુન તરીકે ઓળખાય છે.તેમની ત્વચા પણ ગુલાબ જામુન કરતા થોડી વધારે જાડી છે. પણ મોટાભાગના કાલા જામુન સ્ટફ્ડ હોય છે.બાકી સમાન છે, તેઓ સમાન ઘટકનો ઉપયોગ કરે છે અને તે જ ખાંડની ચાસણીમાં ડૂબી જાય છે. Chandni Modi -
કાલાજામ (Kala Jam Recipe In Gujarati)
#EB#Week3#Tips. કાલાજામ બનાવતી વખતે માવો અને પનીરને ખુબજ હાથથી મસળવું જેથી બોલ્સ પર તિરાડ પડે નહીં . અને એક વાર તેલ ગરમ થાય ત્યાર પછી જ કાલાજામ તળવા માટે મૂકવા અને પછી ગેસ ધીમો કરી દેવો. ચાસણી પણ એટલી જ કાલાજામ સારા થવા માટે છે. ચાસણી પણ હાથમાં ચોંટે એટલે સમજવું કે ચાસણી તૈયાર છે. મારી ફેમિલી માં બધા જ ને ખુબજ કાલાજામ ભાવે છે . બનાવવા પણ ખુબ જ સહેલા છે. Jayshree Doshi -
સ્ટફ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EBWeek 3કાલા જાંબુ પનીર, મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં ઇલાયચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. Archana Parmar -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવલ ચેલેન્જ#childhood#શ્રાવણ કોઈપણ સ્વીટ બનાવીએ અને જ તેને ટોપરાથી સજાવો તો તે વધુ આકર્ષક દેખાય છે અને એ કોપરાની સ્વીટ બનાવીએ તો તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનભાવન લાગે છે અને વડી ઉપવાસમાં ખાઈ શકાય એવીછે. મેં આજે એવી જ કંઈક રેશીપી બનાવવાનો પ્રયત્ન કયૉ છે જેથી રેશીપી એકદમ ટેસ્ટી બની ગઈ.તો તમે પણ બનાવશો. Smitaben R dave -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)
#india2020#cookpadindia#cookpadgujરાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,નો ચાસણી. Neeru Thakkar -
માવા કોપરા બરફી
#RB19#AA1#SJRશ્રાવણ મહિનો આવે એટલે મીઠાઈઓ ખૂબ જ બને આજે રક્ષાબંધન અને તિથિ પ્રમાણે મારા દીકરા નો બર્થ ડે એટલે મેં આજે મારા દીકરાની ફેવરિટ થાય માવા કોપરા બરફી બનાવી છે Kalpana Mavani -
રસબાલી કે રસબળી (Rasabali recipe in gujarati)
બીજી એક ઓડીસાની વાનગી લઇને હું આવી છું. દૂધમાંથી બનતી અને જગન્નાથ પૂરી ના મંદિરના છપ્પનભોગમાંની એક પ્રસાદીની વાનગી છે. દૂધમાંથી અને પનીરમાંથી બને છે.આપણે પનીરના ગુલાબજાંબુ કે માલપુઆને રબડી સાથે પીરસીએ એવું , કે પછી રસમલાઇ નું થોડું અલગ સ્વરુપ કહી શકાય.રસમલાઇ મારી ભાવતી સ્વીટ છે.પણ આ મિઠાઈ એનાથી પણ વધારે મસ્ત લાગે છે.ગુલાબજાંબુ અને રસમલાઇ થી કંટાળ્યા હો તો, આ મિઠાઈ ટ્રાય કરવા જેવી છે.મને તો બનાવવાની ને ખાવાની બન્નેમાં મજા આવી ગઇ😄😄...અને આ રસબળી ભાવતી સ્વીટ્સના લિસ્ટમાં પણ આવી ગઇ તો ફરીવાર પણ ચોક્કસ બનાવીશ. તમે પણ ટ્રાય કરજો. મસ્ત લાગે છે👌...#ઈસ્ટ#પોસ્ટ3#સાતમ#india2020 Palak Sheth -
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મોહનથાળ એ ગુજરાતની લોકપ્રિય મિઠાઈ છે.તેને ચણાના લોટમાં માવો અને ખાંડની ચાસણી એડ કરી બનાવવામાં આવે છે. બનાવતી વખતે માપમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો મોહનથાળ એકદમ પરફેક્ટ બને છે.#વેસ્ટ#ગુજરાત Jigna Vaghela -
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Palak Sheth -
સ્ટફ્ડ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EB#week3#kalajamun#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
બુંદી ના લાડુ (Bundi Ladu Recipe In Gujarati)
બુંદી તો ઘણીવાર બનાવતા હોય ,પણ લાડુ બનાવવા મટે જો ચાસણી પરફેક્ટ બને તો લાડુ ખૂબ જ સરસ બને છે .અને આવી ગરમી માં આ લાડુ બીજા દિવસે ખાઈએ તો ખૂબ જ મજા આવે છે . Keshma Raichura -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
માવા ના ગુલાબજાંબુ (Mava Gulab Jamun Recipe In Gujarati)
કોઈ પણ પ્રસંગ હોય ગુલાબજાંબુ વગર અધૂરો છે, ઉનાળામાં તેમજ શિયાળામાં પણ સારા લાગે છે. આજકાલ તૈયાર પેકેટ મળે છે ઈન્સટન્ટ ગુલાબજાંબુ ના પરંતુ માવા ના ગુલાબજાંબુ નો સ્વાદ જ કંઈક જુદો હોય છે તો ચાલો જોઈએ માવા ના ગુલાબજાંબુ ની સરળ રીત. soneji banshri -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
માવા બદામ નાં પેંડા (Mawa Badam Peda Recipe In Gujarati)
માવા નાં પેંડા ધરે પણ ખૂબ સરસ બને છે.સ્વાદ માં લાજવાબ અને તંદુરસ્તી માટે પણ સારા છે. Nita Dave -
લવંગ લતીકા(Lavang Latika Recipe in Gujarati)
#ઈસ્ટ આઈ લવ્ડ એન ક્રેઝી 😍 અબાઉટ ઓલમોસ્ટ ઓલ બંગાલી સ્વીટ્સ... આઈ લવ્ડ લવંગ લતીકા બીકોઝ ઓફ ઈટ્સ ક્રીસ્પી લેયર કોટેડ વીથ શુગર સીરપ એન સ્ટફ્ડ માવા ડ્રાયફ્રુટ ફીલીંગ.... એકદમ રીચ અને એરોમેટીક લવંગ લતીકા બંગાલી ફેમસ સ્વીટ છે જે મોસ્ટલી ફેસ્ટીવલ ટાઈમ પર ખાસકરીને આફ્ટર દુર્ગા પૂજા બનાવીને સર્વ કરવામાં આવે છે. ઈટ્સ ડીલીશીયસ એન ઓસમ😋 કે જયારે લવંગ લતીકાને વાર્મ સર્વ કરવામાં આવે છે..... Bhumi Patel -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
બ્રીજ લાડુ (Brij Laddu Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ બ્રીજ લાડું #cookbook #કૂકબૂકઆ બ્રીજ લાડું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખુબ જ ભાવે છે અમારે ત્યાં આ તો બને જ છે તમે પણ એક વખત બનાવો. 👍 Shilpa's kitchen Recipes -
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#week3#EB#cookpad#cookpadindia#cookpadguj#dessertકાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે. Mitixa Modi -
-
More Recipes
ટિપ્પણીઓ (41)