વેજ કીમા મસાલા (Veg Kima Masala Recipe In Gujarati)

#cookpadGujrati
#cookpad India
વેજ કીમા મસાલા (Veg Kima Masala Recipe In Gujarati)
#cookpadGujrati
#cookpad India
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવું. પછી તેમાં રાઈ - જીરું ઉમેરી, તતડે ત્યાં સુધી થવા દેવું. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી 2-4 મિનિટ ધીમે તાપે સૉટે કરી, કૂક તહ્સ્વ દેવી. સરસ સૉટે થાય, પછી તેનાં અદરક - લસણ ની પેસ્ટ ઉમેરી, તેને પણ 2 મિનિટ સારી રીતે સૉટે કરવી.
- 2
હવે તેમાં જીણા સમારેલાં ગાજર, શિમલા મિર્ચ, બોઇલ્ડ વટાણા ઉમેરી, મીઠું ઉમેરી 2-4 મિનિટ મિક્સ કરી, ધીમા તાપે થવા દેવું. હવે તેમાં જીણા સમારેલાં ટામેટાં ઉમેરી મિક્સ કરી, 4-6 મિનિટ ધીમા તાપે કૂક થવા દેવું.
- 3
હવે હલ્દી, કાશ્મીરી લાલ મરચું, ગાતાં મસાલો, ઉમેરી, હલાવી સરસ મિક્સ કરવું. 1/2 કપ પાણી ઉમેરી, ઢાંકીને 5-6 મિનિટ ધીમા તાપે કુક થવા દેવું. બધા શાક સરસ નરમ થાય, એટલે તેમાં ખીસેલું પનીર એડ કરવું. પનીર બે શાક જોડે સારી રીતે મિક્સ કરવું. 5-7 મિનિટ કુક કરવું.
- 4
હવે તેમાં ગ્રેટેડ ચીઝ ઉમેરવું, શાક માં સારી રીતે મિક્સ કરવું. બીજી 4-5 મિનિટ ધીમા તાપે કુક કરવું. સારી રીતે કુક થાય એટલે જીણી સમારેલી કોથમીર ઉમેરવી.
- 5
હવે ગેસ બંધ કરી, સેર્વિંગ બૉઉલ માં કાઢી, ગરમાગરમ રોટલી, ફુલ્કા કે પૂરી, પરાઠાં સાથે સર્વ કરવું. ઉપરથી લીંબુ નીચોવવું. (ટોટલી ઓપ્શનલ). તો તૈયાર છે....
"વેજ કીમા - મસાલા" 😍
*******************
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (10)