કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati

શરદપૂર્ણિમા સ્પેશ્યિલ
કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati
શરદપૂર્ણિમા સ્પેશ્યિલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ૨ ગ્લાસ દૂધ લઇ તેમાં ખાંડ નાખી ઉભરો લાવી દયો.
- 2
હવે પૌંવા ને ધોઈ દૂધ માં પૌંવા ઉમેરો, અને ૨ થી ૩ મિનિટ ગેસ ચાલુ રાખી પૌંવા ચડવા દો. ત્યારબાદ બધું ડ્રાયફ્રુટ સમારી દૂધ માં નાખી દો.
- 3
હવે ગરમ થયેલ દૂધ ના ૩ ભાગ કરી સાઈડ માં રાખી દો.
- 4
હવે ૧/૨ ગ્લાસ ઠંડુ દૂધ લઇ તેના પણ ત્રણ ભાગ કરી લો. એક ભાગ માં પિસ્તા કસ્ટર્ડ ઉમેરો. બીજા ભાગ માં સ્ટ્રોબેરી કસ્ટર્ડ ઉમેરો, અને ત્રીજા ભાગ માં વેનીલા કસ્ટર્ડ ઉમેરો.
- 5
હવે ત્રણે કસ્ટર્ડ વાળા દૂધ માં જે ગરમ કર્યુ હતું એ દૂધ ત્રણે ફ્લેવર માં ઉમેરો.
- 6
હવે ત્રણે ફ્લેવર ના દૂધ ૧ મિનિટ માટે ગરમ કરો. જેથી દૂધ ઘટ્ટ બની જશે.
- 7
હવે દૂધ પૌંવા રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરો. ત્યારબાદ ફ્રીઝ માં પણ ઠંડા કરી શકો.
- 8
તો તૈયાર છે કસાટા ફ્લેવર ના ઠંડા દૂધ પૌંવા.
- 9
હવે ૨ ગ્લાસ લો. તેમાં સૌથી નીચે પિસ્તા કસ્ટર્ડ પૌંવા ઉમેરો, તેની ઉપર વેનીલા કસ્ટર્ડ પૌંવા ઉમેરો, અને સૌથી ઉપર સ્ટ્રોબેરી કસ્ટર્ડ પૌંવા ઉમેરો.
- 10
હવે તમે આ દૂધ પૌંવા એંજોય કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (4)