ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

#Linima
ફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગેસ પર ઉકળવા મૂકવું
- 2
દૂધ ઉકળવા માંડે એટલે ખાંડ ઉમેરી દેવી. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- 3
2 ચમચી ઠંડાં દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. દૂધ ઉકળી જાય એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ અને કેસર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
દૂધ થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડું પડવા દો.
- 5
ઠંડું પડે એટલે તેમાં સમારેલું કેળું, સફરજનના ટુકડાં, દ્રાક્ષ અને દાડમ ના દાણા ઉમેરી મિક્સ કરી લો. ફળ દૂધ ઠંડું પડે પછી જ ઉમેરવા.
- 6
ફ્રુટ સલાડ ઠંડું કરી સર્વ કરો. તમે તેને ફ્રીઝ માં મૂકી ચિલ્ડ પણ સર્વ કરી શકો છો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ