ક્રેનબેરી મલાઈ લડ્ડુ

#DFT
#cranberry
#laddoo
#લડ્ડુ
#mithai
#cookpadindia
#cookpadgujarati
મલાઈ લડ્ડુ દિવાળી અને અન્ય શુભ પ્રસંગો તથા તહેવારો માં બનતી મીઠાઈ જે ભારતભર માં ખૂબ પ્રસિદ્ધ છે. તેને પ્રસાદ તરીકે પ્રભુ ને અર્પણ કરવા માં પણ આવે છે. તે ઓછા ઘટકો સાથે ખૂબ જ સરળતા થી બની જાય છે અને મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલાઈ લડ્ડુ ને ઘણી વરાઈટી બજાર માં ઉપલબ્ધ છે. મેં અહીં ક્રેનબૅરી ફ્લેવર ના મલાઈ લડ્ડુ પ્રસ્તુત કર્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ક્રેનબેરીને બારીક ચોપ કરી લો. હવે પનીર ના ટુકડા કરી ને ચોપર માં પલ્સ મોડ માં ક્રમ્બલ કરી લો.
- 2
હવે એક પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. હવે તેમાં દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો. એક ઉભરો આવ્યા પછી તેમાં ફ્રેશ ક્રીમ અથવા મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. (નોંધ: લડ્ડુ બનાવવાની આખી પ્રક્રિયા દરમિયાન ગેસને સ્લૉ-મીડીયમ આંચ પર રાખો.)
- 3
ત્યારબાદ મિલ્ક પાવડર ઉમેરો અને ગઠ્ઠા પડે નહિ એ રીતે બરાબર મિક્સ કરી ને હલાવો. સતત હલાવતા રહો નહીંતર મિશ્રણ પેન ના બેઝ પર ચોંટી જશે. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય અને તેનો રંગ ઘાટો થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 4
હવે તેમાં ચોપ કરેલી ક્રેનબેરી ઉમેરો અને મિક્સ કરો. જ્યાં સુધી મિશ્રણ પેન નું બેઝ ન છોડે ત્યાં સુધી હલાવતા રહો. હવે ક્રમ્બલ કરેલું પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરો. જ્યાં સુધી પનીર નું પાણી બળી ન જાય અને મિશ્રણ પેન નું બેઝ છોડે ત્યાં સુધી કૂક કરો.
- 5
હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. મિશ્રણ માંથી ઘી છૂટું પડે ત્યાં સુધી મિશ્રણને કૂક કરો. હવે ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.
- 6
મિશ્રણ ઠંડુ થાય એટલે હથેળીઓ પર થોડું ઘી લગાવો અને મિશ્રણમાંથી લડ્ડુ વાળો. હવે લડ્ડુ ઉપર મિલ્ક પાવડર નું કોટિંગ કરવા માટે એક વાડકી માં મિલ્ક પાવડર લઇ તેમાં લડ્ડુ ને રોલ કરો. ત્યારબાદ તેની ઉપર ક્રેનબેરીથી ગાર્નિશ કરો. આ રીતે બધાં લડ્ડુ તૈયાર કરો.
- 7
મોઢા માં મૂકતાં જ ઓગળી જાય એવા સોફ્ટ અને સ્વાદિષ્ટ ક્રેનબેરી મલાઈ લાડુ તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (37)